શોધખોળ કરો

ગર્લફ્રેંડ સાથે વાત કરતો હોવાથી બે મિત્રોએ યુવકને નદીમાં ફેકી દીધો

અમદાવાદ: ધોળે દિવસે આંબેડકર બ્રિજ ઉપરથી બે મિત્રોએ રાહુલ નામના યુવકને સાબરમતી નદીમાં ફેંકી તેની હત્યા કરી દીધી હતી. આ મામલે પાલડી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક રાહુલને વહેમ હતો કે, આરોપી ધવલ અને ભાર્ગવ તેની ગર્લફ્રેન્ડ સાથે વાતચીત કરે છે અને તે બાબતને લઈ ઝઘડો થયો હતો. આ અદાવતમાં બંનેએ રાહુલને નદીમાં ફેંકી દીધો હોવાનું પોલીસ તપાસ બહાર આવ્યું છે. બીજી તરફ મારામારીમાં એક પોલીસ પુત્ર પણ સંડોવાયેલો છે પરંતુ પોલીસે તેની ધરપકડ કરી ન હોવાથી પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી દીધી હતી. દાણી લીમડાના બાબુલનગરમાં રહેતા રાહુલ શશીકાંત રાઠોડ (ઉ.વ.૨૬) તેમજ ધવલ વિષ્ણુભાઈ ઉર્ફે ફૂલવડી ભાર્ગવ ભીખાભાઈ તેમજ અન્ય બે શખસો સાથે મિત્રતા હતી. રાહુલની ગર્લફ્રેન્ડ સાથે ધવલ તેમજ ભાર્ગવ વાતચીત કરતા હોવાનો રાહુલને શક વહેમ હતો. તેને લઈ ગઈ કાલે સવારે રાહુલને બંને મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બંનેના પરિવારજનો બપોરે મળ્યા બાદ છુટા પડ્યા હતા. બપોરે બે વાગ્યે ફરીથી રાહુલ ભાર્ગવ અને ધવલ દાણી લીમડા મંગલ વિકાસ ચોક પાસે મળ્યા હતા. જ્યાં અન્ય ચાર શખ્સો અને ધવલે ભેગા મળી રાહુલને ઢોર માર માર્યો હતો. બાદમાં રાહુલને સ્કૂટર પર બેસાડી ધવલ તેમજ ભાર્ગવ તેને આંબેડકર બ્રિજ લઈ ગયા હતા. જ્યાં બોલાચાલી બાદ નદી પરથી ફેંકી દીધો હતો. પાલડી પી.આઈ. એ.જી. ગોહિલે જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા સંદર્ભે બોલાચાલી અને ઝઘડા બાદ આરોપીઓએ તેને નદીમાં ફેંકી દીધો હતો. હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ પરિવારજનો આક્ષેપ કર્યા છે કે રાજન દિનેશભાઈ નામનો યુવક જે પોલીસ પુત્ર છે. તેના પિતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તે પણ આ કેસમાં સંડોવાયેલો છે. પરંતુ તેની પોલીસે ધરપકડ કરી નથી. જેથી બધા આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget