શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ, ક્યારથી શિયાળાની શરૂઆત થશે? જાણો વિગત
કચ્છથી લઈને અમદાવાદમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જ્યારે શિયાળાની શરૂઆત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. જોકે આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવાશે.
અમદાવાદ: હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની જાહેરાત કરી દીધી છે. કચ્છથી લઈને અમદાવાદમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જ્યારે શિયાળાની શરૂઆત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. જોકે આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવાશે.
ગુજરાતમાં આ વખતે સારો વરસાદ હોવા છતાં પણ લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. પરંતુ એક અઠવાડિયાથી રાત્રે શિયાળાની ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જોકે આગામી ટૂંક સમયમાં ગુજરાતમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત થશે તેવું હવામાન વિભાગે જાહેરાત કરી છે.
ગુજરાતમાં ઈ.સ.1961 બાદ આ વર્ષે 58 વર્ષમાં સૌથી લાંબા સમયગાળાનું ચોમાસું રહ્યું હતું. ગુજરાતમાં 45.60 ઈંચ સાથે 142 ટકા વરસાદ વરસ્યો હતો. દિવાળી આસપાસના સમયમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થાય તેવો શિરસ્તો કુદરતે જાળવી રાખ્યો છે.
હવામાન ખાતાના અધિકારી જયંત સરકારે કહ્યું હતું કે, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ સુધી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement