શોધખોળ કરો
ભારત બંધઃ ગુજરાતમાં કોંગ્રેસના કયા બે ધારાસભ્યોને કરાયા નજરકેદ? કયા દિગ્ગજ મહિલા નેતાની કરાઇ અટકાયત
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે. બંને ધારાસભ્યોન ઘરની બહાર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

ફાઇલ ફોટો.
અમદાવાદઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ રહેશે. આ જાહેરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કરી છે. તેમણે કહ્યું, આ સિવાય જો કોઈ વ્યક્તિ બળજબરીથી બંધ કરાવવા નીકળશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં દુકાનો બંધ કરાવવા નીકળેલી કોંગ્રેસની મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે. બંને ધારાસભ્યોન ઘરની બહાર પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા કમળાબહેન ચાવડાની તેમના ઘરેથી પોલીસે અટકાયત કરી છે. ગુજરાતના GDP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કાલે ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનરને સુચના આપવામા આવી છે. કાલે સિનિયર અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. વધારાના બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. દરેક વિસ્તારમાં તકેદારી રાખવામા આવી રહી છે. સંવેદનશીલ વિસ્તાર પર ચાપતી નજર રહેશે. ખુલ્લી APMCમાં પણ પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે.
રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે હાઇવ બ્લોક કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે, વધુમાં તેમણે કહ્યું કે, 144 ભંગ કરનારા, રાસ્તા પર અવરોધ ઉભા કરનારા, બળજબરી પૂર્વક દુકાન બંધ કરાવનારા, સોશિયલ મીડિયા પર ગેરરીતિ કરનારા અને હિંસક વીડિયો અપલોડ કરનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચારથી વધારે લોકોએ ભેગા ન થવું.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement