શોધખોળ કરો
Advertisement
Ahmedabad: ભાજપે 25 વર્ષની ટેક્વોન્ડો ચેમ્પિયન યુવતીને આપી ટિકિટ, જાણો ક્યા વોર્ડમાંથી લડશે ચૂંટણી ?
અમદાવાદ મહાનગરપાલિકામાં યુવા ચહેરાઓને પણ ભાજપે સ્થાન આપ્યું છે.
અમદાવાદઃ ભાજપ સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ગુરૂવારે 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા. જેમાં સૌ પહેલા રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારબાદ જામનગરમાં 16 વોર્ડના 64 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે અને ભાવનગરમાં ભાજપે 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરા, સુરત બાદ ભાજપ દ્વારા મોડી સાંજે અમદાવાદના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. સુરતમાં તમામ 48 વોર્ડના 192 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે તમામ વોર્ડના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં યુવા ચહેરાઓને પણ ભાજપે સ્થાન આપ્યું છે. ત્યારે દરિયાપુર વોર્ડમાં ભાજપે ટેકવૉન્ડો રમત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય રમતવીર વિભૂતિ પરમારને ટિકિટ આપી છે.
વિભૂતિ પરમારે જણાવ્યું હતું કે હું એક આંતરરાષ્ટ્રીય રમતવીર છું. ભાજપ સાથે છેલ્લા એક વર્ષથી જોડાયેલી છું અને પરંતુ ભાજપના વિચારો સાથે કામ કરવા માગું છું. આથી મેં ભાજપમાંથી ટિકિટ માગી છે અને મને પક્ષે ટિકિટ આપતાં આભાર માનું છું.
વિભૂતિ પરમાર દરિયાપુર વિસ્તારમાં રહે છે અને તેની ઉંમર 25 વર્ષની છે. તે ટેકવૉન્ડો રમતની આંતરરાષ્ટ્રીય રમતવીર છે. તે નેશનલ લેવલે 6 અને સ્ટેટ લેવલે 7 મેડલ જીતી ચૂકી છે. ખેલ મહાકુંભમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂકી છે. તેણે એશિયન ગેમ્સ ચેમ્પિયનશિપમાં પણ ચોથું સ્થાન મેળવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement