શોધખોળ કરો

ગુજરાતમાં બુધવારે અકસ્માતોની વણઝારઃ અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં બુધવાર ગુજારો સાબિત થયો છે. રાજ્યમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જેમાં મોરબીના હળવદ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં બુધવાર ગુજારો સાબિત થયો છે. રાજ્યમાં અલગ અલગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જેમાં મોરબીના હળવદ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. જ્યારે જામનગરમાં ટ્રીપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ સિવાય ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળક મળી કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમજ અન્ય લોકો ઘાયલ પણ થયા છે. 

હળવદના નવા ધનાળાના પાટીયા નજીક અકસ્માત થયો છે. અકસ્માતમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાપર તાલુકાના દેસલપર ગામના વ્યક્તિઓ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. મૃતક તેમજ ઘાયલ વ્યક્તિઓને હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા છે. કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. 

કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો. કારમાં કચ્છી પરિવાર સવાર હતો. મુંબઈથી કચ્છના રાપરના દેસલપર જતા હતા. મૃતક સામુબેન વાસ્તાભાઈ પટેલ, મોંઘીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થયા છે. રુતિકભાઈ માતાભાઈ પટેલ અને વસ્તાભાઈ નારણભાઇ પટેલને ઇજા થઈ છે. 

જામનગરમાં  કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટિયા નજીક ટ્રિપલ અકસ્માત થયો હતો. રીનારી ગામના પાટિયા થી ટોડા ગામ  તરફ જતા રોડ પર બાઈક અને કારને છકડાએ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રિપલ અકસ્માત માં બાઈક ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતમાં 4 પુરુષ અને મહિલા ઇજાગ્રસ્ત થયા છે.  સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

ઝાલોદ-સંતરામપુર હાઈવે પર ટ્રક અને તુફાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કલજીની સરસવાણી ગામે ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમા એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત બન્નેને  સારવાર અર્થે  દાહોદ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 

નવસારીમાં  અમલસાડ ફાટક પર સરકારી અનાજ ભરેલા ટેમ્પોને અકસ્માત નડ્યો હતો.  ટેમ્પોનો બ્રેક ફેલ હતા ફાટક પર ઊભેલી એક મહિલાને અડફેટે લીઘી હતી.  સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો છે.  રેલવે ક્રોસિંગ તોડી ટેમ્પો રેલવે ટ્રેકની મેન લાઈન નજીક પહોંચ્યો.  ટેમ્પો અને મેઇન લાઇનથી થોડાક અંતરમાં ટ્રેન પસાર થતા લોકોનો જીવ  અધ્ધર થયો.  સ્થાનિક લોકોએ સમય સુચકતાથી મોટી હોનારત ટળી.  ઘટનાની જાણ રેલવે પોલીસને થતાં રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Embed widget