શોધખોળ કરો

અમદાવાદના 24 સ્મશાનમાં લાગશે સીસીટીવી કેમેરા, જાણો પ્રશાસને કેમ કર્યો આ નિર્ણય

આ સાથે ખોખરા સ્મશાનમાં ઘટના સમયે કાર્યરત તમામ એજન્સીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

Ahmedabad News: અમદાવાદના ખોખરા સ્મશાનમાંથી દારૂ મળતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. શહેરમાં આવેલ 24 સ્મશાનમાં હવે લગાવવામાં આવશે સીસીટીવી કેમેરા. આ સાથે ખોખરા સ્મશાનમાં ઘટના સમયે કાર્યરત તમામ એજન્સીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જેમાં આલ્ફા ઇકવિપમેન્ટ, વિવેકાનંદ ગ્રામોદ્યોગ અને રાજપૂત સિક્યોરિટી એજન્સીનો સમાવેશ થાય છે. આ તમામ એજન્સીઓએ સમગ્ર ઘટના અંગે જવાબ આપવા માટે ફરજિયાત સૂચના આપવામાં આવી છે.

પાંચ કરોડના ખર્ચે બ્યૂટીફિકેશન થયેલા અમદાવાદના છારોડી તળાવની હાલત ખસ્તા

છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા જુના અને મોટા તળાવો માટેનો લેક બ્યૂટીફિકેશન પ્રૉજેક્ટ શરૂ કર્યો છે, આ અંતર્ગત કેટલાય તળાવોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદના છારોડી નજીક આવેલા છારોડી તળાવની હાલત જોઇને કહી શકાય છે કે, સરકારનો આ પ્રૉજેક્ટ અહીં નિષ્ફળ ગયો છે, કેમ કે આઠ મહિના પહેલા જ લોકાર્પણ થયેલું આ છારોડી તળાવ અત્યારે એકદમ સુકુ ભઠ હાલતમાં દેખાઇ રહ્યું છે. 

અમદાવાદમાં ગોતા નજીક આવેલા છારોડી તળાવને લઇને નાગરિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે, તંત્ર દ્વારા લેક બ્યૂટીફિકેશનનો પ્રૉગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ છારોડ તળાવમાં આ લેક બ્યૂટીફિકેશન પ્રૉગ્રામની ધજ્જીયાં ઉડી છે. ખાસ વાત છે કે સરકારના તળાવોના બ્યૂટીફિકેશન બાદ તેમના રાખરખાવ અને સમારકામમાં બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. હાલમાં જ 35 કરોડ લિટર જેટલું પાણી ભરેલું આ છારોડી તળાવ અત્યારે લગભગ સુકુ ભઠ્ઠ થઇ ગયુ છે. ખાસ વાત છે કે, આ છારોડી તળાવનું લોકાર્પણ આઠ મહિના પહેલા જ કરવામાં આવ્યુ હતુ, એટલે કે લોકાર્પણના આઠ જ મહિનામાં તળાવ લગભગ સૂકું ભઠ્ઠ થયું હોવાની સ્થિતિમાં છે. હાલમાં અહીં પાણીનું સ્તર ઘટતાં એકવા સાઇકલ પણ કાઢી લેવાઈ છે. આ છારોડી તળાવમાં લેક બ્યૂટીફિકેશનના પ્રૉગ્રામ અંતર્ગત તળાવના બ્યૂટીફિકેશન માટે 5 કરોડથી વધુનો ખર્ચ પણ થયો હતો, પરંતુ અત્યારે હાલત એકદમ ખરાબ છે. 

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રૉડ અને રસ્તાઓ પર જુદાજુદા કામો ચાલી રહ્યાં છે, આ અંતર્ગત હવે અમદાવાદ મ્યૂનિસિપલ કૉર્પોરેશને વધુ એક રૉડને બે મહિના માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. એએમસીએ બે મહિના સુધી શહેરમાં આવેલા આલ્ફા વન મૉલની પાછળના 132 ફૂટ રિંગ રૉડ તરફ જતા રોડ 19 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે, આ રૉડ હવે આગામી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. 

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget