Ahmedabad Crime: અમદાવાદની હૉટલમાંથી પકડાયુ મોટુ સેક્સ રેકેટ, વિદેશી યુવતીઓ સાથે એજન્ટો અને ગ્રાહકો પકડાયા
Ahmedabad Crime: અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાજેતરમાં પોલીસની સીઆઇડી ક્રાઇમની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે જેમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે
Ahmedabad Crime: અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાજેતરમાં પોલીસની સીઆઇડી ક્રાઇમની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે જેમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદની 35 જેટલી હૉટલોમાંથી સેક્સ રેકેટ પકડાયુ છે, જેમાં સ્પાની આડમાં એજન્ટો વિદેશી યુવતીઓ દેહવ્યાપાર કરાવી રહ્યાં હતા. આ સેક્સ રેકેટમાં 4 એજન્ટો સાથે 17 જેટલો ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.
અમદાવાદની હૉટલોમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પોલીસની સીઆઇડી ક્રાઇમ ટીમો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સીઆઇડી ક્રાઇમની ટીમે અચાનક દરોડાની કાર્યવાહી કરતાં શહેરની 35 હૉટલ્સમાં સ્પાની આડમાં દેહવ્યાપાર ધંધો થઇ રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે. સીઆઇડીની ટીમે કાર્યવાહી દરમિયાન ડમી ગ્રાહકને આ હૉટલોમાં મોકલ્યો અને બાદમાં સ્પા-હૉટલમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન હૉટલોમાંથી 13 વિદેશી મહિલાઓ, એક ટ્રાન્સજેન્ડર સહિત 52 મહિલાઓને મુક્ત કરાવી હતી. ખાસ વાત છે કે, શહેરની જાણીતી વિવાન્તા, રમાડા જેવી હૉટલમાં પણ દરોડાની કાર્યવાહી કરાઇ છે. આ સેક્સ રેકેટમાં ફિલિપાઈન્સની 3 મહિલા, યુગાન્ડાની 8 મહિલા, ઉઝબેકિસ્તાનની મહિલાઓ મળી હતી. આ ઉપરાંત આ સેક્સ રેકેટમાં ધકેલાયેલી 8 ગુજરાતી સહિત કુલ 39 ભારતીય યુવતીઓ પણ અહીંથી મળી હતી. પોલીસે આ કેસમાં 4 એજન્ટો અને 17 ગ્રાહકો રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
આ પહેલા સુરતમાંથી હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટ પકડાયુ હતુ
સુરતમાં વધુ એક મોટી ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે, એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં એક મોટા અને હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પાર્ક સેલિબ્રેશનમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે ગ્રાહક બનીને દરોડા પાડ્યા જેમાં ચાર રૂપલલનાઓને પકડી પાડવામાં આવી હતી, અહીં સેક્સ રેકેટમાં મુંબઇથી ચાર મૉડલો લાવીને દેહવેપારનો ધંધો કરાવાતો હતો. આ મામલામાં પોલીસે દલાલ જાવેદ અને યુવરાજને વૉન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે. સુરતમાથી મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે ગ્રાહક બનીને શહેરમાં ચાલતા હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટના સ્થળ પર દરોડા પાડ્યા હતા, ખરેખરમાં શહેરના વેસુ વિસ્તારની આવેલી ધી પાર્ક સેલિબ્રેશન હૉટલમાં છેલ્લા કેટલાક સમયથી દેહવેપારનો ધંધો ચાલી રહ્યો હતો, જેમાં મુંબઇથી મૉડલો લાવીને આ દેહવેપારના ધંધાને કરવામાં આવયો હતો, જોકે, આ સમગ્ર મામલે જ્યારે એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટને બાતમી મળી તો તેમને બાતમીના આધારે આ હૉટલમાં ડમી ગ્રાહક બનીને રેડ કરી હતી, આ દરમિયાન અહીંથી ચાર મૉડલોને મુક્ત કરાવી હતી, જોકે, દલાલો છૂટી ગયા હતા. અહીં મુંબઇથી ચાર મૉડલોને બોલાવીને દેહ વેપાર કરાવાતો હતો, આ ચારેય મૉડલો વેબસીરીઝમાં પણ કામ કરી ચૂકી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. હાલમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે આ ચાર રૂપલલનાઓને મુક્ત કરાવી છે અને દલાલ જાવેદ અને યુવરાજને પોલીસે વૉન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.