શોધખોળ કરો

અમદાવાદઃ યુવા મુસ્લિમ કોર્પોરેટરે કોંગ્રેસ નેતાગીરીને પાડી ઘૂંટણિયે, ટિકિટ કપાયાના કલાકોમાં તો આપવી પડી ટિકિટ.....

બીજી તરફ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ કોંગ્રેસના બે ધારાસભ્યો સામે આક્ષેપો કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે.

અમદાવાદઃ કોંગ્રેસે રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાતમાં  અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોમાં  જમાલપુરના વર્તમાન કોર્પોરેટર શાહનવાઝ શેખની ટિકિટ કાપી નાખતાં કોંગ્રેસમાં બળવાની સ્થિતી સર્જાઈ હતી. શાહનવાઝે શક્તિપ્રદર્શન કરીને કલાકમાં જ કોંગ્રેસ નેતાગીરીને ઘૂંટણિયે પાડીને ટિકિટ મેળવી છે. કોંગ્રેસે શાહનવાઝ શેખને ખાડીયાથી ટીકીટ આપી છે. આ પહેલાં શેખ જમાલપુરથી જીત્યા હતા પણ હવે તેમને ખાડીયામાંથી ટીકીટ આપી છે. શાહનવાઝ શેખે જમાલપુરમાંથી જ લડવાનો આગ્રહ રાખ્યો હતો પણ   નેતાઓએ માંડ માંડ સમજાવટ કરીને શાહનવાઝને ખાડીયાથી લડવા તૈયાર કર્યા છે. શાહનવાઝ શેખના સમર્થનમાં એન.એસ.યુ.આઈ.ના 500થી વધુ હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધાં હતાં. બીજી તરફ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ કોંગ્રેસના બે ધારાસભ્યો સામે આક્ષેપો કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. શાહનવાઝ શેખની ટિકિટ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ કપાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ  કહ્યું છે કે, બે ધારાસભ્યોએ ગુજરાત કોંગ્રેસને બાનમાં લીધી છે. એનએસયુઆઈના કાર્યકરોએ  ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા વિરૂધ્ધ ‘ટિકીટોં કે દલાલોં કો, જુતે મારો સાલોં કો’ એવા નારા પણ લગાવ્યા હતા.  NSUIએ બંને ધારાસભ્યોને કૌભાંડી ગણાવ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીની ચીમકી આપીને ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ શાહનવાઝ શેખની ટિકિટ કાપી હોવાનો સમર્થકોનો મત છે. તેમનો દાવો છે કે, હાઇકમાન્ડે મોકલેલી યાદીમાં શાહનવાઝ શેખનું નામ નક્કી કરવામાં આવ્યું હતું પણ ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ તેની ટિકિટ કાપી નાંખી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત
Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં મેઘમહેર,કપરાડામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Embed widget