શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની તેના ઘરેથી કેમ કરાઈ અટકાયત ? જાણો શું છે કારણ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરનું વોરંટ બતાવી હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદઃ હાથરસમાં બનેલી ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાજર રહે તે પહેલા જ તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરનું વોરંટ બતાવી હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેને સાંતેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. હાર્દિકને 4 તારીખનું વોરંટ હતું તે બતાવી અટકાયત કરાઈ હતી.
પોલીસે આ કાર્યક્રમને મંજૂરી આપી ન હોવાથી અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસની રેલીના કારણે કોચરબ આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
બિઝનેસ
ગેજેટ
Advertisement
gujarati.abplive.com
Opinion