શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પરેશ ધાનાણીએ રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી, પત્ર લખીને હાઈકમાન્ડને શું કરી વિનંતી, જાણો વિગત
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર પરાજય થતાં કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ થવાની શક્યતા છે. ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપી દીધું છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાં એક બાદ એક મોટા નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર પરાજય થતાં કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ થવાની શક્યતા છે. ગુજરાતના વિપક્ષનેતા પરેશ ધાનાણીએ વિપક્ષનેતા પદેથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરેશ ધાનાણીએ પોતાના રાજીનામાં પત્રમાં નવા ચહેરાને તક આપવા પાર્ટીને વિનંતી કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દેતાં રાજકારણ ચર્ચાનો વિષય બન્યો છે. પરેશ ધાનાણીએ વિપક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે હાલ આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરેશ ધાનાણીએ રાજીનામાનો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને મોકલી આપવામાં આવ્યો છે. પરેશ ધાનાણી અમરેલી પર લોકસભાની બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. પરેશ ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના લોકોમાંથી એક માનવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion