ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કરી લોકડાઉનની માંગ? જાણો વિગત
આગામી 5 દિવસ સુધી કર્ફ્યૂ અથવા લોકડાઉન લગાવવાની સિદ્ધાર્થ પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી કડક નિયંત્રણની માંગ કરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દૈનિક કેસો 20 હજારને પાર થઈ ગયા છે, ત્યારે હવે રાજ્યમાં લોકડાઉનની માંગ ઉઠી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે લોકડાઉની માંગ કરી છે. આગામી 5 દિવસ સુધી કર્ફ્યૂ અથવા લોકડાઉન લગાવવાની સિદ્ધાર્થ પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી કડક નિયંત્રણની માંગ કરી છે. વિકેન્ડની સાથે 26મી જાન્યુઆરી હોવાથી પાંચ દિવસની રજાની કોંગ્રેસે માંગ કરી છે.
ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશની જેમ મહિલાઓને ટિકિટ આપવાનો વિચાર કરશે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં 125 સીટો લાવશે, તેમ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર પણ કરી શકે અને ના પણ કરી શકે, હાઈ કમાંડ નિર્ણય લેશે. કોંગ્રેસ પક્ષ વિધાનસભા ચૂંટણીમાં જે પરિવારે કોરોનામાં સ્વજન ગુમાવ્યા તેમના પરિવારમાંથી ટિકિટ આપશે. આ લોકો પોતે પોતાના અધિકાર માટે ચૂંટણીમાં લડશે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર બનશે તો કોરોના મૃતકોના સ્વજનોને 4 લાખ રૂપિયા મળશે. સરકારી કર્મીએ કોરોનામાં જીવ ગુમાવ્યો હશે તેના પરિવારને નોકરી મળશે. 2020 માં રાહુલ ગાંધીએ સરકાર ને ચેતવ્યા હતા. કોરોના કહેરથી અર્થતંત્ર મુશ્કેલમાં આવશે. ભાજપના વડાપ્રધાન બેધ્યાન રહ્યા જેને લઈને લોકોએ સ્વજન ગુમાવ્યા.
ભાજપે કેમ ગુજરાતમાં સરકાર કાઢી નાખવી પડી? સરકારે પોતાની નબળાઈ દબાવવા દેખાવો કરે છે. સરકારના આંકડામાં 10,000 મોત બતાવે છે. હાવર્ડ યુનિ.ના સર્વેમાં ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોત થયા. 60,000 અરજીઓ સહાયની મંજુર કરાઈ. કોરોના મૃતકોને સર્ટિફિકેટ આપવામાં આવતા નથી. ગુજરાતમાંથી રેમડીસીવીર યુપીમાં આપ્યા. ઉદ્યોગકારો ના દસ લાખ કરોડ રૂપિયા સરકારે માફ કર્યા.
સી.આર.પાટીલે ઓફિસમાંથી મળતીયાઓને રેમડીસીવીર આપ્યા. આટલું મોટું 150 કરોડનું વેકસીનેશન કર્યું તો લોકો કેમ મરી રહ્યા છે. કોરોના મૃતકોને 4 લાખ સહાય અપાવી જોઈએ. 3 લાખ કેન્દ્ર આપે અને 1 લાખ ગુજરાત સરકાર આપે. 2022માં પ્રજા બહાર આવશે અને ભુપેન્દ્ર પટેલની અને ભાજપ ની સરકાર જશે. રાજ્યમાં કોંગ્રેસ કોરોના મૃતકોના પરિવારજનોને ટિકિટ આપશે. કોંગ્રેસ ગુજરાત માં 125 સીટો લાવીશું. ભાજપ હજુ માધવસિંહ સોલંકી નો પણ રેકોર્ડ તોડી શકી નથી.
સી.આર પાટીલે બોર્ડ નિગમના રાજીનામાં માંગવા મામલે નિવેદન આપ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. 10 મી તારીખે યુપી અને ગોવા માં બધાના મોઢા પડેલા હશે. ભોપાભાઈ ની સરકાર હોય કે ભાઉ બધાને જનતા જાણી ગઈ છે.