શોધખોળ કરો
Advertisement
MLA શૈલેષ પરમારની કાર કોણ ચલાવતું હતું તેને લઈને મૃતકના પરિવારજનોએ શું કર્યો મોટો આક્ષેપ? જાણો વિગત
દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવા ચાલકને કચડ્યો હતો જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે.
અમદાવાદ: સોમવારે રાત્રે અમદાવાદના મેમનગર ગોકુલ રો-હાઉસ પાસેના રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવા ચાલકને કચડ્યો હતો જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
અકસ્માતમાં પ્રફુલ પટેલનું મોત થતાં પરિવારજનો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં જેની તસવીરો સામે આવી છે. જોકે એબીપી અસ્મિતાના કેમેરા સામે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, કાર તમારો છોકરો ચલાવી રહ્યો હતો જોકે ધારાસભ્ય શૈલેષ પરમારે એવો દાવો કર્યો છે કે, ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસાર કાર ચલાવતો હતો જે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે.
132 ફૂટ રિંગ રોડ ઉપર એઈસી બ્રિજ નીચેથી મેમનગર ગામ તરફ જતાં રોડ ઉપર આવેલા ગોકુલ રો-હાઉસ બહારના રોડ પરથી સોમવારે રાત્રે પ્રફુલ પટેલ એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ગભલતભરી રીતે હંકારી રહેલા ઈનોવાના ચાલકે પ્રફુલના એક્ટિવાને ટક્કર મારી હતી. જોકે ગાડીની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગતાની સાથે જ પ્રફુલ રોડ ઉપર પટકાયો હતો અને ઢસડાયો હતો.
અકસ્માત બાદ માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રફુલનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ખાંભલા સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા. આ અંગે પોલીસે નાસી છૂટેલા ઈનોવાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion