Gujarat Assembly Elections: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું
Gujarat Assembly Elections: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે.
Gujarat Assembly Elections: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભેસાણ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામુ સોપ્યું છે. જો કે તેમણે કોંગ્રેસ પાર્ટી કેમ છોડી તે અંગે કોઈ વાત સામે આવી નથી. વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હર્ષદ રિબડીયાના રાજીનામાંથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે હર્ષદ રિબડીયા કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે. સોશિયલ મીડિયા પર તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે.
ઈસુદાન ગઢવીનો ધડાકો
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં હલચલ તેજ થઈ ગઈ. આ દરમિયાન પક્ષપલટાનો સિલસિલો પણ યથાવત છે. હવે આ કડીમાં આપ નેતા ઈસુદાન ગઢવીના એક ટ્વીટે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
શું કહ્યું ઈસુદાન ગઢવીએ?
ગુજરાત આમ આદમી પાર્ટી સિનિયર નેતા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું કે, કોંગ્રેસના કેટલાક સારા નેતા થોડા દિવસમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. ઈસુદાન ગઢવીના આ ટ્વીટ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે તેમણે કોઈ નેતાનું નામ લીધુ નથી, તેથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે ક્યા કોંગી નેતી પાર્ટી છોડી રહ્યા છે.
MLA મહેશ વસાવાને મોટો ઝટકો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે. જિલ્લામાં બીટીપીને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. બીટીપીના જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ પોતાનું રાજીનામુ સોશિયલ મીડિયા થકી આપી દીધું હતું.
BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા આપમાં જોડાયા છે, BTPમાંથી ડેડીયાપાડા વિધાનસભા સીટ પરથી ટીકીટ ન મળતા બળવો કર્યો. તમામ ડેડીયાપાડાનાBTPના હોદ્દેદારો રાજીનામુ આપી આપમાં જોડાયા છે. BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા સહિત BTPનો ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવા BTPના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા પણ આપમાં જોડાયા છે. આપમાં જોડાતા હવે ડેડીયાપાડા માં 4 પક્ષ દ્વારા વિધાનસભાના ઉમેદવાર લડશે ચૂંટણી. અત્યાર સુધી માત્ર ત્રી પાખીઓ જંગ ખેલાતો હતો.
વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકોએ રાજીનામાં આપ્યા છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને બીટીપીના આઈટીસેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા, પણ મહેશભાઈ વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય સમય ન આપતા હતા. 3 કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા.
કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા સહિત તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ ને મળવા માટે પહોંચ્યા છે. નોંધનીય છે કે, બીટીપી પાર્ટીના ગુજરાતમાં બે ધારાસભ્યો છે. અગાઉ તેમણે આપ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, પછી બીટીપીએ તમામ સીટી પરથી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો પણ ચાલી હતી. જોકે, હવે બીટીપી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે.