શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ બે પોશ વિસ્તાર કોરોનાના ભરડામાં, કેસો વધતાં 220 વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન, જાણો વિસ્તારોની યાદી
નવા 21 વિસ્તારોમાં કોરોનાના કેસ વધતાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ એરિયામાં મુકવામાં આવ્યા જેના કારણે હવે અમદાવાદમાં 220 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કેસ ઘટ્યા હોવાની અમદાવાદ મ્યુનિસિપલના દાવા વચ્ચે શહેરના બે પોશ વિસ્તાર એવા પ્રેમચંદનગર, બોડકદેવ જ્યારે બોડકદેવ અને રાણીપ જેવા વિસ્તારોમાં સંક્રમણમાં વધારો થતાં શહેરના 220 વિસ્તાર તંત્ર દ્વાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, મંગળવારે અગાઉના 211 વિસ્તારોમાંથી 12 વિસ્તારોમાં કેસ ઘટતા તંત્રે નિયંત્રણ દુર કર્યા છે. હાલ અમદાવાદમાં એક્ટિવ કેસ 3677 છે જ્યારે અત્યાર સુધી 1557 લોકોનાં મોત નિપજ્યાં છે.
આ ઉપરાંત નવા 21 વિસ્તારોમાં કોરોનાના કેસ વધતાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ એરિયામાં મુકવામાં આવ્યા જેના કારણે હવે અમદાવાદમાં 220 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદના પોશ વિસ્તાર એવા પ્રેમચંદનગરમાં કુલ છ પોઝિટિવ કેસ નોંધાતા 24 મકાનોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકી દેવામાં આવ્યા છે.
શહેરના પોશ વિસ્તાર એવા બોડકદેવમાં સરકારી વસાહતમાં 16 તેમજ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા શ્રીનાથ એપાર્ટમેન્ટમાં કેસ વધતા 12 મકાન માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. રાણીપ વોર્ડમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં તો 209 જેટલા મકાનો માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવાની તંત્રને ફરજ પડી.
વિસ્તાર |
મકાન |
મંગલમ ફલેટ,દાણીલીમડા |
12 |
કમલાપાર્ક,ધોડાસર |
12 |
જનપથ ,ધોડાસર |
07 |
ક્રિસ્ટવીલા,ખોખરા |
05 |
માનસરોવર,ખોખરા |
15 |
મધુકુંજ,ખોખરા |
15 |
સંતોષપાર્ક,ઈસનપુર |
40 |
ઉમિયાનગર,વસ્ત્રાલ |
10 |
જીવન લાઈવ,નવાનરોડા |
20 |
રાજદીપ પાર્ક,ઈન્દ્રપુરી |
16 |
ડાયમંડપાર્ક,વિરાટનગર |
40 |
ગોતા હાઉસીંગ,ગોતા |
12 |
પ્રજાપતિવાસ,આંબલી |
20 |
વિશ્વાસ એપાર્ટમેન્ટ |
16 |
પ્રેમચંદનગર,બોડકદેવ |
24 |
સરકારીવસાહત,બોડકદેવ |
16 |
શ્રીનાથ એપાર્ટ,સ્ટેડિયમ |
12 |
નેમિનાથ સોસા,રાણીપ |
209 |
મહેતા સ્કૂલ કંપાઉંડ,સાબરમતી |
03 |
શારદાકૃપા,ચાંદખેડા |
52 |
પારૂલ ફલેટ,જીવરાજપાર્ક |
04 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion