(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ શહેરમાં કોરોનાની બીજી ઘાતક લહેર ધીરે ધીરે શાંત પડવા માંડી, મેના 16 દિવસમાં 56440 કેસ નોંધાયા
મ્યુનિ., સરકારી અને ખાનગી હોસ્પિટલોના આઈસીયુ અને ઓક્સિજનવાળા બેડમાં હજુ પણ 6075 દર્દીઓ છે, જેમાંથી કેટલાંક બાયપેપ અને વેન્ટીલેટર ઉપર જશે, તેમજ મોટાભાગના સાજા થઈ જશે.
અમદાવાદમાં કોરોનાની બીજી ઘાતક લહેર ધીરે ધીરે શાંત પડવા માંડી છે. જોકે હજુ પણ બેદરકારી દાખવવા જેવી નથી. કારણ કે અમદાવાદમાં હજુય 25 હજાર 850 એકટિવ કેસો છે અને દૈનિક 2200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ રાહત આપનારી બાબત એ છે કે હોસ્પિટલોમાં ઓકિસજન સાથેના અને આઈસીયુના 50 ટકાથી વધુ બેડ ખાલી પડયા છે. જ્યારે વેન્ટીલેટર પર ખાનગી હોસ્પિટલોમાં હજુ પણ 403 દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે.
મે મહિનાની 16મી સુધીમાં 56440 દર્દીઓ મ્યુનિ.ની હદમાં નોંધાયા છે. મ્યુનિ., સરકારી અને ખાનગી હોસ્પિટલોના આઈસીયુ અને ઓક્સિજનવાળા બેડમાં હજુ પણ 6075 દર્દીઓ છે, જેમાંથી કેટલાંક બાયપેપ અને વેન્ટીલેટર ઉપર જશે, તેમજ મોટાભાગના સાજા થઈ જશે.
જ્યારે ખાનગી હોસ્પિટલોની વેબસાઇટ પર મુકાયેલી વિગતો અનુસાર કુલ 6719માંથી 3499 એટલે કે 52 ટકા બેડ ભરાયેલા છે, જ્યારે 3220 બેડ ખાલી છે. આ પૈકી આઈસીયુના 783 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, જ્યારે 192 ખાલી છે. એવી જ રીતે વેન્ટીલેટર પર હજુ પણ 403 દર્દીઓ છે, માત્ર 22 વેન્ટીલેટરો જ ખાલી પડયા છે.
આ આંકડાનું વિશ્લેષણ કરીએ તો જણાય છે કે નવા કેસો અગાઉકરતાં ઓછા નોંધાય છે, ડિસ્ચાર્જ થતાં દર્દીઓનું પ્રમાણ નવા કેસો કરતાં ડબલથી પણ વધુ છે. આમ છતાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ હજુ ઘણી મોટી છે. 1લી એપ્રિલે 613 દર્દી નોંધાયા હતા જે વધીને 25મીએ 5790ના આંકડાને આંબી ગયા હતા.પહેલી વખત 26મીએ નજીવા ઘટાડા સાથે 5619 કેસો નોંધાયા હતા. ત્યારબાદ ક્રમશ: નવા કેસોમાં ઘટાડો અને ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ ત્રીજી લહેરનો ભય તોળાઈ રહ્યો છે અને વેકિસન આપવાની કામગીરી અત્યંત ધીમી પડી ગઈ છે. આ સ્થિતિમાં લોકો પોતાની જાતે જ કડક શિસ્ત પાળે અને માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે અત્યંત જરૂરી છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 6,447 નવા કેસ નોંધાયા છે અને 67 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9269 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,557 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 6,60,489 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 96443 પર પહોંચ્યો છે. જેમાંથી 755 દર્દી વેન્ટિલેટર પર અને 95688 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.20 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1862, વડોદરા કોર્પોરેશન 422, સુરત કોર્પોરેશન-322, જૂનાગઢ 228, આણંદ 214, વડોદરા 197, રાજકોટ કોર્પોરેશન 187, અમરેલી 186, મહેસાણા 184, સાબરકાંઠા 182, જામનગર કોર્પોરેશન 172, પંચમહાલ 168, સુરત 144, ખેડા 142, ભરૂચ 141, જૂનાગઢ કોર્પોરેશન 113, પોરબંદર 108, રાજકોટ 103, કચ્છ 97, પાટણ 96, અરવલ્લી 93, ભાવનગર કોર્પોરેશન 89, ગીર સોમનાથ 82, દાહોદ 80, મહીસાગર 80, વલસાડ 79, ગાંધીનગર કોર્પોરેશન 75, બનાસકાંઠા 73, જામનગર 72, નવસારી 69, ગાંધીનગર 68, ભાવનગર 63, નર્મદા 52, સુરેન્દ્રનગર 36, અમદાવાદ 33, છોટા ઉદેપુર-33, દેવભૂમિ દ્વારકા 24,મોરબી-23, તાપી 19, ડાંગ 10 અને બોટાદમાં 6 કેસ સાથે કુલ 6,447 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન-7, જૂનાગઢ 3, આણંદ 1, વડોદરા 0, રાજકોટ કોર્પોરેશન 3, અમરેલી 1, મહેસાણા 2, સાબરકાંઠા 1, જામનગર કોર્પોરેશન 4, પંચમહાલ 1, સુરત 4, ખેડા 0, ભરૂચ 0, જૂનાગઢ કોર્પોરેશન 0, પોરબંદર 1, રાજકોટ 4, કચ્છ 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર કોર્પોરેશન 2, ગીર સોમનાથ 2, દાહોદ 0, મહીસાગર 0, વલસાડ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, બનાસકાંઠા 2, જામનગર 3, નવસારી 0, ગાંધીનગર 1, ભાવનગર 1, નર્મદા 1, સુરેન્દ્રનગર 0, અમદાવાદ 0, છોટા ઉદેપુર-0, દેવભૂમિ દ્વારકા 3,મોરબી-0, તાપી 0, ડાંગ 0 અને બોટાદમાં 0 મોત સાથે કુલ 67 મોત થયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોના મહામારીને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, 3 મેએ રિકવરી રેટ 81.7 ટકા હતો, જે હવે વધીને 85.6 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4,22,436 લોકો કોરોનાથી રિકવર થયા છે, જે દેશ માટે સૌથી વધુ છે. કોરોનાની રિકવરીમાં એક સ્પષ્ટ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. તેની સાથે તેમણે કહ્યું કે, કોરોનાના 1 લાખથી વધુ એક્ટિવ કેસ 8 રાજ્યોમાં છે. 10 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ સક્રિય કેસ છે. તો 50 હજારથી ઓછા સક્રિય કેસ વાળા 18 રાજ્યો છે.