અમદાવાદની નજીકની આ કંપનીમાં કોરોના વિસ્ફોટ, 180 કર્મચારીઓને થયો કોરોના
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દોડતા થયા હતા. હાલમાં આરોગ્ય વિભાગની એક ટીમ ચાંગોદર જીઆઇડીસી પહોંચી હતી.
અમદાવાદઃ અમદાવાદ નજીક આવેલી એક કંપનીમાં કોરોના વિસ્ફોટ થયો છે. ચાંગોદર GIDCમાં આવેલી છે રામદેવ મસાલા કંપનીમાં કોરોના વિસ્ફોટ થયો છે. મળતી જાણકારી અનુસાર, રામદેવ મસાલા કંપનીમાં 180 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. 18 તારીખે તમામ કર્મચારીઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે આવેલા રિપોર્ટ મુજબ 180થી વધુ કર્મચારી પોઝિટિવ આવ્યા છે. કંપનીના સાણંદ, બાવળા અને અમદાવાદના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દોડતા થયા હતા. હાલમાં આરોગ્ય વિભાગની એક ટીમ ચાંગોદર જીઆઇડીસી પહોંચી હતી.
પાટણ જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે.આજે જિલ્લામાં માધ્યમિક શાળાના 15 શિક્ષકો કોરોના સંક્રમિત આવ્યા છે. હારીજમાં આઠ શિક્ષકો તો પાટણમાં ત્રણ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ચાણસ્મામાં બે શિક્ષકો અને સિદ્ધપુરમાં બે શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટથી બાકાત રહ્યા નથી. પાટણની ધારપુર મેડિકલ કોલેજના 9 વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા. તો સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં 5 વિદ્યાર્થી અને એક હોમિયોપેથિક કોલેજના છાત્ર કોરોનાગ્રસ્ત થયા છે આમ પાટણ જિલ્લામાં કુલ 15 મેડિકલ વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પાટણ જિલ્લામાં હાલ 968 કોરોનાના એક્ટિવ કેસ છે.
રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના દૈનિક કેસોનો આંક 25 હજારને નજીક પહોંચી ગયો છે. ત્યારે વધતા સંક્રમણ વચ્ચે કોરોના નિયંત્રણોની અવધિ આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. આજે રાજ્ય સરકાર નવી SOP જાહેર કરશે. નવી ગાઈડલાઈનમાં રાત્રિ કર્ફ્યુના સમય અને શહેરોની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ સૂત્રોનું માનીએ તો જ્યાં દૈનિક 100થી વધુ કેસ આવતા હોય તેવા તમામ શહેરમાં ફરી રાત્રી કર્ફ્યુ લગાવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત રાત્રી કર્ફ્યુની અવધિ પણ રાત્રીના 10ના સ્થાને રાત્રીના 9 વાગ્યાથી અમલ થાય તેવી શકયતાઓ છે. જ્યારે સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સંખ્યા મર્યાદામાં મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ નહીંવત છે.
રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Crime News: યુવતીના પ્રેમલગ્નથી નારાજ હતા પરિવારજનો, પ્રેમીનું કર્યુ અપહરણને કાપી નાંખ્યો પ્રાઇવેટ પાર્ટ
Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ