શોધખોળ કરો
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતાં જિલ્લાઓમાં અમદાવાદનો કયો નંબર છે? જાણીને ચોંકી જશો
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશના કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાય છે તેની પર એક નજર કરીએ

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશના કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાય છે તેની પર એક નજર કરીએ તો પ્રથમ નંબરે મુંબઈ છે જ્યાં 2000 જેટલા કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે ઈન્દોર અને ત્રીજા નંબરે અમદાવાદ છે.
છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 143 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 765 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 1272 થઈ ગયો છે. ગુજરાતમાં જે કુલ કેસ નોંધાયા છે તેમાં વડોદરામાં 152 કેસ, સુરતમાં 156 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોનાના 2003 પોઝિટિવ કેસ નોંધાતા પ્રથમ નંબરે છે અને ઈન્દોરમાં 892 પોઝિટિવ નોંદાતા બીજા નંબરે છે. આ ઉપરાંત અમદાવાદમાં 765 કેસ સાથે ત્રીજા નંબરે છે.
વધુ વાંચો
Advertisement





















