શોધખોળ કરો
Advertisement
અમદાવાદની મહિલા કોરોના સામે જીતીને ઘરે પહોંચી, ઘરની બહારનું આ દ્રશ્ય તમે જોશો તમારી આંખમાં આવી જશે આસું
અમદાવાદના સૌથી શરૂઆતમાં કેસની મહિલા કોરોના વાયરસથી મુક્ત થઈ છે. હોસ્પિટલથી ઘરે પહોંચતી તે સમયે ફ્લેટમાં લોકોએ તેનું તાળી પાડીને સ્વાગત કર્યું હતું.
અમદાવાદ: કોરોના વાયરસ સામે સમગ્ર દુનિયા નીડરતાથી ઝીંક ઝીલી રહ્યું છે. દરરોજ વધતા જતાં કેસોની સામે કોરોનાના દર્દીઓ જેમને આ રોગ મટી જાય છે તેમની પણ સંખ્યા ધીમી ગતિએ વધી રહી છે. અમદાવાદના સૌથી શરૂઆતમાં કેસની મહિલા કોરોના વાયરસથી મુક્ત થઈ છે. હોસ્પિટલથી ઘરે પહોંચતી તે સમયે ફ્લેટમાં લોકોએ તેનું તાળી પાડીને સ્વાગત કર્યું હતું. આ રોગને હરાવવા બદલ આ મહિલાએ અમદાવાદ માટે એક પ્રેરણારૂપ દ્રષ્ટાંત મુક્યું છે.
અમદાવાદમાં ફિનલેન્ડથી યાત્રા કરીને પરત ફરેલી મહિલાને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે સકારાત્મક વાત એ છે કે આ મહિલાએ સાવચેતીના ભાગરૂપે પોતાની જાતને સેલ્ફ આઈસોલેશનમાં રાખી હતી. પોતાના સોશિયલ મીડિયા ઉપર તેણે લખ્યું હતું કે, તે નોર્ધન લાઈટ્સ જોવા માટે ફિનલેન્ડની યાત્રાએ ગઈ હતી જ્યાં તમામ કાળજી રાખી હોવા છતાં તેને ચેપ લાગી ગયો હતો. તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે કોઈના સંપર્કમાં આવી નથી અને લોકોને સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી અફવાઓથી દુર રહેવા કહ્યું હતું. ઇન્સ્ટાગ્રામ ઉપર તેણે પોતાના આ રોગની અપડેટ્સ તે સતત મુકતી હતી. તેણે જણાવ્યું હતું કે, તેને થોડા દિવસ કફના લક્ષણો રહ્યા બાદ થોડા સમય માટે શ્વાસ લેવામાં તકલીફ પડવાની શરૂઆત થઈ હતી. જોકે ડોક્ટરોએ કહેલી દવાઓ તેણે સતત ચાલુ રાખી હતી. આ લક્ષણો ઠીક થતાંની સાથે જ તેનો સતત બીજી વખત કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. તેના ઘરે જ્યારે તે પરત ફરી હતી ત્યારે તેને પાડોશીઓએ તાળીઓથી વધાવી લીધી હતી અને સ્વસ્થ થવા ઉપર તેને અભિનંદન પાઠવ્યા હતા. આ મહિલા સ્વસ્થ થઇ ગઈ છે જે સમગ્ર ગુજરાત માટે એક આનંદ અને પ્રેરણાની વાત છે અને એ વાતનું પ્રતિક છે કે આપણે હિમ્મત અને સાચવણીથી આ વાયરસને હરાવી દઈશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion