શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય માટે ધરમ કરતાં ધાડ પડી, લોકોને સમજાવવા ઘરે-ઘરે ફર્યાં તેમાં કોરોનાનો ચેપ લાગી ગયો
અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે ત્યારે અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પણ કોરોનાવાયરસનો ચેપ લાગી ગયો છે.
અમદાવાદઃ અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે ત્યારે અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પણ કોરોનાવાયરસનો ચેપ લાગી ગયો છે. ખેડાવાલાને બે દિવસથી તાવ અને ખાંસીની તકલીફ હતી તેથી તેમણે મંગળવારે સવારે કોરોનાવાયરસનો રિપોર્ટ કઢાવ્યો હતો. મંગળવારે સાંજે આ પોઝિટિવ આવતાં ખેડાવાલાને આઈસોલેશનમાં ખસેડી દેવાયા છે.
ઈમરાન ખેડાવાલા માટે ધરમ કરતાં ધાડ પડી જેવો ઘાટ થયો છે. તબલીઘી જમાતના દિલ્હીના કાર્યક્રમ પછી કોરોનાવાયરસના તેપના કેસોમાં અચાનક જોરદાર ઉછાળો આવ્યો હતો. અમદાવાદમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. જે વિસ્તારોમાં કેસોની સંખ્યા વધી તેમાં ખેડાવાલાના મતવિસ્તાર જમાલપુર-ખાડિયાનો પણ સમાવેશ થતો હતો.
ખેડાવાલાએ લોકો કોરોનાવાયરસના ચેપનો ભોગ ના બને એટલા માટે તેમને સમજાવવા માટે ઘેર-ઘેર ફરવા માંડ્યું હતું. આ દરમિયાન જ તેમને કોરોનાનો ચેપ લાગી ગયો ને હવે તેમણે હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં જવું પડ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement