શોધખોળ કરો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસના પાંચ શંકાસ્પદ કેસ, જાણો પાંચેયને કઈ રીતે ચેપ લાગ્યાની આશંકા?
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પાંચ શંકાસ્પદ કેસોમાં અમદાવાદના બે, લુણાવાડાના એક, બારડોલપુરાના એક અને વલસાડની એક મહિલાનો સમાવેશ થાય છે

અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કેટલાક શંકાસ્પદ કેસો હોવાનું બહાર આવ્યું છે. સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસનો ચેપ લાગ્યાની શંકાથી પાંચ લોકોને ભરતી કરાયા છે. આ પાંચેય વ્યક્તિ વિદેશ ગઈ હતી તેમજ વિદેશી વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા. તેના કારણે તેમને કોરોનાવાયરસનો ચેપ લાગ્યાની આશંકા છે.
હાલમાં તમામ પાંચ શંકાસ્પદ દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આજે તેમનો રિપોર્ટ આવે તેવી શક્યતા છે તે જોતાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે સ્પષ્ટ થશે. જણાઈ રહી છે.
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પાંચ શંકાસ્પદ કેસોમાં અમદાવાદના બે, લુણાવાડાના એક, બારડોલપુરાના એક અને વલસાડની એક મહિલાનો સમાવેશ થાય છે. લુણાવાડાના વૃદ્ધ થોડા સમય પહેલા મક્કા-મદીના ગયા હતા અને પરત આવ્યા બાદ તેમને વિવિધ તકલીફો થતા દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદના બે ભાઇ દિલ્હી ગયા હતા અને ત્યાં યુએસએના વ્યક્તિઓના સંપર્કમાં આવ્યાનું જાણવા મળતાં તેમને પણ આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. વલસાડની એક મહિલા થોડા સમય પહેલાં પેરીસ જઇ આવી હતી અને પોતાના બારડોલપુરામાં રહેતા સગાને મળી હતી. મહિલા અને સગા બિમાર થતા તેમને સિવિલ લાવવામાં આવ્યા છે. આ પાંચેય વ્યક્તિના સેમ્પલ લઇ લેવામાં આવ્યા છે અને મંગળવારે સવારે તેમનો રિપોર્ટ આવી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
