શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ આવતીકાલથી અમદાવાદમાં માસ્ક ફરજિયાત, નહી પહેરો તો આટલો થશે દંડ
અમદાવાદમાં વધતા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કડક નિર્ણય લીધો છે
અમદાવાદઃ અમદાવાદમાં વધતા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કડક નિર્ણય લીધો છે. મુંબઈની જેમ અમદાવાદમાં પણ માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે આવતીકાલે સવારે છ વાગ્યાથી અમદાવાદમાં ફરજિયાત માસ્ક પહેરવું પડશે.
તેમણે જણાવ્યું હતુ કે, જો કોઇ પણ નાગરિક માસ્ક વિના બહાર નીકળશે તો તેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ સ્થળ પર દંડ આપવાની ના પાડશે તો તેને ત્રણ વર્ષની જેલ પણ થઇ શકે છે. તેમણે કહ્યું કે જો કોઇ પાસે માસ્ક નહી હોય તો તે વ્યક્તિ રૂમાલ કે દુપટ્ટો પણ બાંધી શકે છે.
વધુમાં તેમણે કહ્યું કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં 23 કેસ નવા નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના કેસના દર્દીઓની સંખ્યા 263 પર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર, દક્ષિણ ,પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમઝોનમાં એક પણ કેસ નોંધાયો નથી. સિવિલ ખાતેથી 3 અને SVP માંથી 7 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement