શોધખોળ કરો

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસમાં કકળાટ થવાની સંભાવના

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી ત્યા તો ટિકિટને લઈને ઉમેદવારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. અમદાવાદની દાણીલીમડા બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે.

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ હજુ જાહેર નથી ત્યા તો ટિકિટને લઈને ઉમેદવારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. અમદાવાદની દાણીલીમડા બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. દાણીલીમડા બેઠક ઉપર કાઉન્સિલર કમળાબેન ચાવડાએ દાવેદારી  નોંધાવતા રાજકારણ ગરમાયું છે. 

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસમાં કકળાટ થવાની સંભાવના

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસમાં કકળાટ થવાની સંભાવના

કારણ કે, દાણીલીમડા બેઠક ઉપર શૈલેષ પરમાર સીટિંગ ધારાસભ્ય છે. શૈલેષ પરમાર અને કમળાબેન ચાવડાના જૂથ વચ્ચે વિવાદ ચાલતો હોવાની ચર્ચા છે.  નોંધનિય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાની નિમણૂક સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. કમળાબેન ચાવડાએ દાણીલીમડા બેઠક પર દાવેદારી કરતા વિવાદ વકરવાની શક્યતા છે.

મિશન 2022 માટે કોંગ્રેસે આપ્યા વચનો

વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગુજરાત કોંગ્રેસે પણ કમર કસી છે. આમ આદમી પાર્ટી એક બાદ એક ગેરેન્ટ આપી રહી છે ત્યારે હવે કોંગ્રેસે પણ નવા વચનો જાહેર કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોરે આ પીસી કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે નવા 3 વચનો જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને 5મી સપ્ટેમ્બરે 8 વચનો આપ્યા હતા. આજે અમે વધુ 3 વચનો ગુજરાતના લોકોને આપીએ છીએ.

1. ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું

2. શહેરી વિસ્તારના ગરીબોને કોંગ્રેસની સરકાર 100 દિવસ રોજગારી આપશે

3. ગુજરાતની 162 પાલિકા અને 8 મહાપાલિકામાં ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના આપીશું

આ ઉપરાંત તેમણે  8 રૂપિયામાં શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને જમવાનુ આપવાની પણ જાહેરાત કરી છે. બપોર અને રાત્રી દરમિયાન ભોજન આપવામાં આવશે તેમ રઘુ શર્માએ જણાવ્યું હતું. જમવામાં દાળ - ભાત, શાક, રોટલી અને અથાણું આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના શહેરી વિસ્તારના ગરીબ લોકો માટે કોંગ્રેસ આ યોજના લાગુ કરશે.

આંદોલનકારીઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા 

તો બીજી તરફ આંદોલનકારીઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા હોવાની કોંગ્રેસ પ્રમુખે જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, આંદોલનકારીઓ માટે રહેવા જમવા માટેની વ્યવસ્થા કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસથી કરે છે. ધારાસભ્યોના ક્વાટર હોય કે અન્ય સ્થળ હોય તમામ વ્યવસ્થા કરીશું. આ ઉપરાંત પંજાબના મુખ્ય મંત્રીના જૂની પેન્શન યોજના અંગે ટ્વીટ અંગે અર્જુન મોડવડિયાએ નિવેદન  આપ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને માત્ર વિચારણાની વાત કરી છે. યોજના લાગુ નથી કરી કે જીઆર પણ કર્યો નથી તેમ મોઢવાડીયાએ જણાવ્યું.

આ પણ વાંચો....

Gujarat Monsoon: મેઘરાજા ખેલૈયાઓની નવરાત્રી બગાડશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Gandhinagar: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલી વધી, જાણો હવે ક્યા કર્મચારીઓ ઉતર્યા વિરોધમાં

Gujarat Assembly Election 2022: મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત, મહિલા સંમેલનને સંબોધવા સાથે ગરબામાં લઈ શકે છે ભાગ

Gujarat Assembly Election 2022: કેજરીવાલ-સિસોદીયા આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
ઈલૈયારાજાને 11મા અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળશે પદ્મપાણી એવોર્ડ
Embed widget