શોધખોળ કરો

Gandhinagar: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલી વધી, જાણો હવે ક્યા કર્મચારીઓ ઉતર્યા વિરોધમાં

ગાંધીનગર: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલીમાં વધુ એક વધારો થશે. હાલમાં ગાંધીનગર ખાતે રાજ્યના અનેક સરકરી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે વધુ એક આંદોલનના મંડાણ થયા છે.

ગાંધીનગર: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલીમાં વધુ એક વધારો થશે. હાલમાં ગાંધીનગર ખાતે રાજ્યના અનેક સરકરી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે વધુ એક આંદોલનના મંડાણ થયા છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા ઓપીડીના સમય વધારાને લઈ ઈંટર્ન ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર જીએમઈઆરએસ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઈંટર્ન ડોક્ટર્સ વિરોધ નોંધાવ્યો છે.

નવા ઓપીડીના સમયને સમર્થન ન આપવાની જાહેરાત ડોક્ટરોએ કરી છે. દર્દીઓને નવા ઓપીડીના સમયના કારણે અસર થશે તેમ ડોક્ટરો કહી રહ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની ઘટના કારણે ઓપીડી સમય વધવાથી દાખલ દર્દીઓને અસર થશે. ઈંટર્ન ડોક્ટર પહેલેથી જ વધારે ડ્યુટીના સમયથી ડોક્ટર માનસિક અને શારીરિક અસર થઈ શકે છે. ઈંટર્ન ડોક્ટરોના મતે ઓપીડીના વધારે સમયથી તેમના શિક્ષણ પર પણ અસર થશે.

 સરકાર સામે કર્મચારીઓનો મોરચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારની મુશ્કેલીઓ વધી છે. સરકારે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સંગઠનોના આંદોલનોને ડામવા કમિટી બનાવી હોવા છતાં કોઈ પરિણામ આવી શક્યુ નથી.  આજે પાટનગર ગાંધીનગર મા વિવિધ સરકારી કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે. વન રક્ષકો, વર્ગ ૪ ના કર્મચારીઓ, VCE તથા આરોગ્ય કર્મિઓ, પૂર્વ સૈનિકો આંદોલનના માર્ગે છે તો કિસાન સંઘ પણ પડતર માંગણીઓ ને લઈ અચોક્કસ મુદ્દતના દેખાવો કરી રહ્યા છે. જૂની પેંશન યોજના ન મળતા  2005 પછી ભરતી થયેલા સરકારી કર્મચારીઓ બેઠક કરશે. નિવૃત્ત આર્મિ જવાનો પણ કરી રહ્યા છે દેખાવો. સરકાર સામે આંદોલન કરી રહેલા ઉમેદવારોને સમજાવવા પડકાર છે.

ગાંધીનગરમા VCE કર્મચારીઓનું પણ આંદોલન  છે. Vce કર્મચારીઓ પોતાની માંગણી માટે કરી રહ્યા છે આંદોલન. 10 થી વધુ દિવસથી આંદોલનને લઈ કર્મચારીઓ એ કામગીરી બંધ કરી છે. અગાઉ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ને આવેદન આપી ચુક્યા છે. કરોડો રૂ ની ગ્રાન્ટ સરકાર આપતી હોવા છતાં ઇ ગ્રામ સોસા. દ્વારા vce ના હિત માં કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા અને તેમને ખોટી રીતે છુટ્ટા કરવામાં આવતા હોવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. પંચાયત મંત્રી સાથે અનેક બેઠકો કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આ ઉપરાંત વડાપ્રધાન ના જન્મદિવસે  vce કર્મચારીઓએ રામધૂન..ભજન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આજે મોટી સંખ્યામાં વહેલી સવારે vce કર્મચારીઓ સચિવાલય પહોંચ્યા અને ધરણા કર્યા.

22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર

ગુજરાત સરકાર હાલમાં એક પછી એક આંદોલનનો સામનો કરી રહી છે. જો કે રાજ્ય સરકારની ચિંતા હજુ વધવાની શક્યતા છે. કારણ કે, હવે એસટી નિગમનું સંગઠન સરકારની સામે પડ્યું છે. પોતાની 13 અલગ અલગ માંગણીઓના પડતર પ્રશ્નના ઉકેલ લાવવા ત્રણ સંગઠન મેદાને પડ્યા છે. ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડલ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ હવે સરકાર સામે કેટલીક માગો રાખી છે. 13 માંગણીઓના પ્રશ્ન મામલે 22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર છે.

ત્રણેય સંગઠનોની મુખ્ય માગણીઓ ઉપર નજર કરીએ તો,

  • ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેમાં વધારો અમલી
  • મોંઘવારી ભથ્થા પેટે 17 ટકાની ચુકવણી કરાઈ નથી
  • વર્ષ 1997 બાદ ભથ્થામાં કોઈ સુધાર નહિ
  • એસટીના કર્મચારીઓને સાતમા પગા પંચનો લાભ
  • હક્ક રજાની રોકડમાં ચુકવણીની પણ સરકાર સામે માગ
  • રોજમદાર,બદલી કામદાર અને વર્ગ 4ના કામદારોને એક્સગ્રેસીયા બોનસનો લાભ મળે

સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ

ગુજરાતમાં હાલ આંદોલનનનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓના મંડળોએ સરકાર સામે મોરચો માડ્યો છે. આંદોલનના ચક્રવ્યૂમાં ફસાયેલ રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. વિવિધ માંગણીઓને લઈને હવે ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચ માંડ્યો છે. વિવિધ માગોને લઈને આવતીકાલે ચોથા વર્ગના કર્મચારી ધરણા પ્રદર્શન કરશે. વર્ગ 4ના કર્મચારીઓની નિયમિત ભરતી, જૂની પેંશન સ્કીમ, 7મા પગારપંચના ભથ્થાઓનો લાભ, વય નિવૃત્તિ 60થી વધારી 62 કરવી, વર્ગ ચારના કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
Embed widget