Gujarat Monsoon: મેઘરાજા ખેલૈયાઓની નવરાત્રી બગાડશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાનો અંતિમ તબક્કો છે. બે દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેશે
Gujarat Monsoon: નવલી નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે ખેલૈયાઓને મોટા રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં નવરાત્રીમાં વરસાદની નહીંવત શક્યતા છે. રાજ્યમાં ચોમાસાનો અંતિમ તબક્કો છે. બે દિવસ બાદ કચ્છમાંથી ચોમાસું વિદાય લેવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેશે. રાજ્યમાં 23 અને 22 સપ્ટે.એ વરસાદ રહેશે. આ દિવસોમાં માત્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે.
નવસારીમાં સતત સાતમાં દિવસે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત સાતમા દિવસે નવસારીમાં વરસાદી માહોલ છે. નવસારી, ચીખલી, ગણદેવીમાં વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં સતત પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ દિગ્ગજ નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી રહ્યા છે. મોદી, શાહ અને કેજરીવાલ સતત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ મુલાકાતે આવી ગયા છે. 30 સપ્ટેમ્બર આસપાસ પ્રિયંકા ગુજરાત આવી શકે છે. વડોદરા ખાતે પ્રિયંકા ગાંધી રોડ શો કરી શકે છે. ઉપરાંત આણંદ ખાતે મહિલા સંમેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબામાં પણ ભાગ લઈ શકે છે. હાલ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને કોંગ્રેસ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને અંતર્ગત ભાજ પણ તડામાર તૈયારીમાં લાગી ગયું છે. વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવશે.આજે મોડી રાત્રે નડ્ડા અમદાવાદ પહોંચશે.નડ્ડા અહીં રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો ચિતાર મેળશે..આ સાથે જ મેયર કોન્ફરન્સને સંબોધન પણ કરશે. અમદાવાદ બાદ તેઓ રાજકોટની પણ મુલાકાત લેશે. રાજકોટમાં ભાજપનું મહાસંમેલન યોજાશે. જેમાં ભાજપના પ્રદેશ જિલ્લાના હોદ્દેદાર, સહકારી આગેવાન, જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે. આ મહાસંમેલનમાં નડ્ડા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.
આ પણ વાંચોઃ