શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાથી 13 લોકોના મોત, માઈક્રો કન્ટેઈનમેન્ટની સંખ્યા 308 પર પહોંચી
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 298 નવા પોઝિટીવ કેસ નોંધાતા માઈક્રોકન્ટેઈનમેંટ ઝોનની સંખ્યા 308 પર પહોંચી છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો કહરે હજુ યથાવત છે. રાજ્યમાં આજે નવા 1510 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં પણ દિવાળીના તહેવાર કોરોના સંક્રમણમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાથી 13 લોકોના મોત થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 298 નવા પોઝિટીવ કેસ નોંધાતા માઈક્રોકન્ટેઈનમેંટ ઝોનની સંખ્યા 308 પર પહોંચી છે.
શહેરી વિસ્તારમાં 300થી ઓછા કેસ નોંધાતા અમદાવાદ મહાનગર પાલિકા માટે રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 298 અને ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 51 હજાર 392 પર પહોંચી છે.
અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 308 પર પહોંચી ગઈ છે. 10 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર કરવામાં આવ્યા છે. જયારે વધુ 5 વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. સરદાર પટેલ વોર્ડમાં પુરુષાર્થનગર સોસાયટીમાં 200 થી વધુ રહીશો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
Advertisement