શોધખોળ કરો

Ahmedabad: સાયબર ક્રાઇમે નકલી સરકારી ID બનાવી છેતરપિંડી કરનારની ધરકપકડ કરી

ઓનલાઈન છેતરપિંડી કરનારા ઠગ બાજોએ હવે નવા હથકંડા અપનાવ્યા છે.  અમદાવાદ સાયબર ક્રાઇમે નકલી સરકારી ID બનાવી છેતરપિંડી કરનારની ધરકપકડ કરી છે.

અમદાવાદ: ઓનલાઈન છેતરપિંડી કરનારા ઠગ બાજોએ હવે નવા હથકંડા અપનાવ્યા છે.  અમદાવાદ સાયબર ક્રાઇમે નકલી સરકારી ID બનાવી છેતરપિંડી કરનારની ધરકપકડ કરી છે.  થોડા દિવસ પહેલા સાયબર ક્રાઇમમાં નોધાયેલી ફરિયાદના આધારે પોલીસે રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી છે.  

આરોપી સરકારી મેઈલ આઈડીનો ઉપયોગ કરી લોકોના ડેટા મેળવવા અને બેંકમાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી સાયબર ફ્રોડ કરતો હતો.  નકલી મેઈલ આઇડી બનાવવા આરોપી સાગરે ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા હતા.  હાલ આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તપાસ ચલાવી રહી છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો થયો છે. 

વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર

વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.  પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન

 ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget