![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cyclone Biparjoy: રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની કરી જાહેરાત, જાણો બિપરજોય વાવાઝોડાથી કેટલી થઈ જાનહાની
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે.
![Cyclone Biparjoy: રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની કરી જાહેરાત, જાણો બિપરજોય વાવાઝોડાથી કેટલી થઈ જાનહાની Cyclone Biparjoy The gujarat government has announced to pay case doles Cyclone Biparjoy: રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની કરી જાહેરાત, જાણો બિપરજોય વાવાઝોડાથી કેટલી થઈ જાનહાની](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/b2691fea21275be5e49d19ec75b97fdc1686925158544397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે.
બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર 5 દિવસનું કેસ ડોલ્સ ચૂકવશે.
વાવાઝોડા બાદ જિલ્લા કલેકટરો દ્વારા નુકશાની અને રાહત અંગે કામગીરી કરવામાં આવી રહી છે. કેસ ડોલ્સ પાત્ર લોકોને ચુકવણી શરૂઆત કરવા સૂચના આપવામાં આવી છે. પંચાયત વિભાગના ઇજનેરોને કચ્છ સહિતના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. આ ટીમો નુકશાનીનો સર્વે કરશે. વાવાઝોડાને કારણે 3,700 કિલોમીટર રોડને નુકશાન થયું છે. જ્યારે 34 લોકોને વાવાઝોડામાં ઇજા પહોંચી છે. 19,500 વીજપોલ ધરાશાયી થયા છે તેમાંથી 1,500 જેટલા પોલને ફરી ઊભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 92 પશુઓ પણ મોતને ભેટ્યા છે.
વાવાઝોડામાં સમગ્ર રાજ્યમાં પોલીસકર્મીઓની ખૂબ જ સરાહનીય કામગીરી
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પોલીસકર્મીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસકર્મીઓએ બિપરજોય વાવાઝોડા દરમિયાન ખૂબ જ સરસ કામગીરી કરી છે. પોલીસકર્મીઓ અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ થયા તેને જાતે જ કામ કરી રસ્તાઓને ફરી ચાલુ કરાવ્યા છે. પોલીસકર્મીઓની આ ખૂબ જ સરસ કામગીરીની તસવીરો પણ સામે આવી છે.
હળવદ પોલીસની કામગીરી
હળવદ-મોરબી હાઈવે પર શિરોઈ ગામ પાસે વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો બંધ થયો હતો. રસ્તો બંધ હોવાની જાણ હળવદ પોલીસ સ્ટાફને થતા તેમણે રસ્તા પરથી વૃક્ષને હટાવી રસ્તો ફરી ચાલુ કરાવ્યો હતો. હળવદ પોલીસની આ તસવીર વાયરલ થઈ છે.
પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા
માંડવીના દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા હતા. વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ ન હોય પોલીસે બે કિલોમીટર પગે ચાલી પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. તમામ પરિવારના લોકોને દોરડા અને અન્ય સાધનોની મદદથી મુખ્ય રોડ સુધી લઈ આવી હતી. તમામ લોકોને સલામત શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)