Cashless Treatment: અમદાવાદમાં કેશલેસ સારવાર કરાવતા દર્દીઓને લાગ્યો ઝટકો, ખાનગી હોસ્પિટલોએ સેવા કરી સ્થગિત
અમદાવાદ: શહેરમાં કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 8 થી 15 ઓગષ્ટ દરમિયાન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ: શહેરમાં કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 8 થી 15 ઓગષ્ટ દરમિયાન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સુવિધા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 300 હોસ્પિટલ આવરી લઈને કેશલેસ સુવિધા સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. એક દિવસમાં અંદાજીત 1500થી વધુ દર્દીઓને આનાથી હાલાકી પડશે. AHNA બે વર્ષથી અલગ અલગ માગણીઓ કરી રહી છે. અલગ અલગ ચાર ઇન્શ્યોરન્સ એજન્સીઓની ધાંધલીના કારણે કેશલેસ સેવા સ્થગિત કરવામાં આવી છે. ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ, નેશનલ ઇન્શ્યોરન્સ કંપની, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની સામે અગાઉ પણ નારાજગી દર્શાવી ચૂક્યં છે AHNA. દર્દીઓની સારવાર બાદ ઇન્શ્યોરન્સ એજન્સીઓ સમય ઉપર નાણાં ન ચૂકવતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હોસ્પિટલના આ નિર્ણયથી દર્દીઓને હાલાકી ભોગવવી પડશે તે નક્કી છે.
ભારતમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક
India Corona Cases Today: ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,167 નવા કેસ નોંધાયા છે અને 41 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1,35,510 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,730 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,34,99,659 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 206,56,54,741 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 32,73,551 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 6.14 ટકા છે.
ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ
- 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.
- 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.
- 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.
- 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
- 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.
જુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસ
દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.