Navratri 2023: અમદાવાદના આ ફાર્મ હાઉસમાં પહોંચ્યા બજરંગ દળના કાર્યકરો, પોલીસે કરી અટકાયત
અમદાવાદ: નવરાત્રીના તહેવારને લઈને રાજ્યભરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ચોથા નોરતે સૌ ખેલૈયાઓ મનભરીને ગરબે રમી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદના એસ.કે.ફાર્મમાં બજરંગદળના કાર્યકરો પહોંચતા વાતાવરણ તંગ બન્યું છે.
અમદાવાદ: નવરાત્રીના તહેવારને લઈને રાજ્યભરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ચોથા નોરતે સૌ ખેલૈયાઓ મનભરીને ગરબે રમી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદના એસ.કે.ફાર્મમાં બજરંગદળના કાર્યકરો પહોંચતા વાતાવરણ તંગ બન્યું છે. યુવકોને તિલક લગાવ્યા બાદ ગરબામાં પ્રવેશ આપવામાં આવતા મામલો બિચક્યો હતો. આ ઉપરાંત દરેકના આઈડી પ્રૂફ પણ ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં કેટલીક કાર્યકરોને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે.
અમદાવાદના એસ.કે ફાર્મમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે. બજરંગ દળના કાર્યકર્તાઓ યુવકોને તિલક કરી રહ્યા છે. નવરાત્રીમાં વિધર્મીઓનો પ્રવેશ ન થાય તે માટે આઈડી પ્રુફ પણ ચેક કરવામાં આવી રહ્યું છે. દરરોજ બજરંગ દળના કાર્યકર્તાઓ અલગ અલગ પાર્ટી પ્લોટમાં જાય છે.લવ જેહાદના કિસ્સાઓ ન બને તે માટે નવરાત્રીમાં તમામ લોકોને તિલક કરવામાં આવે છે.
ગુજરાતભરમાં હાલ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. જો કે 12 વાગ્યા બાદ પણ ચાલતા લાઉડ સ્પીકર્સથી પરેશાન એક નાગરિકે આ મુદે હાઇકોર્ટમા રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે આ મુદ્દાને ધ્યાનમાં લઇને પોલીસ વિભાગને નિર્દેશ આપ્યા છે કે, જો કોઇ નવરાત્રી દરમિયાન 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર્સ બંધ કરાવવા માટે રજૂઆત કરે ફરિયાદ કરે તો પોલીસે તેની સામે કાર્યવાહી કરાવતા 12 વાગ્યા લાઉડ સ્પીકર બંધ કરવું પડશે.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેરાત કરી હતી કે, રાજ્યમાં હવે મોડી રાત સુધી ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 12 વાગ્યા બાદ પણ ગરબા બંધ ન કરાવવા માટે પોલીસને સૂચના આપી છે. ત્યારે હવે કોર્ટે આદેશ આપ્યા છે કે, જો કોઇ નાગરિક પરેશાન હોય અને તે આ મુદ્દે રજૂઆત કરે તો પોલીસે એકશન લેતા 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા પડશે. ઉલ્લેખનિય છે કે,ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.
નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના 1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે.