શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
અમદાવાદના આ શહેરમાં 16 સોસાયટીઓ કન્ટેનમેન્ટ ઝોન જાહેર, આખું ટાઉન મુકાયું બફર ઝોનમાં
ધોળકાની 16 સોસાયટીના વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરી દેવાયા છે. તેમજ આખું ધોળકા ટાઉન બફર ઝોનમાં મુકાયું છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના 5260 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં તો કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સાથે સાથે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકામાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
કોરોનાના સતત કેસો વધતાં ધોળકાની 16 સોસાયટીના વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરી દેવાયા છે. તેમજ આખું ધોળકા ટાઉન બફર ઝોનમાં મુકાયું છે. અમદાવાદ કલેકટરે આ અંગે હુકમ કર્યો છે. નોંધનીય છે કે જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા ૮૨ થઇ ગઇ છે. છેલ્લા બે દિવસમાં જ ધોળકામાંથી ૨૫ કેસો મળી આવ્યા છે.
જિલ્લામાં દસક્રોઇ તાલુકામાં ૪૧ કેસો અત્યાર સુધીમાં નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં બોપલ નગર પાલિકા વિસ્તારમાં આગામી તા.૧૭ મે સુધી શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો ખોલવા પર પ્રતિબંધ પાલિકાતંત્ર દ્વારા મુકી દેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion