શોધખોળ કરો
Advertisement
ખેતી-બિનખેતી હતેુથી જમીનને જૂની શરતમાં ફરેવવાની પ્રક્રિયાને સરળ બનાવાઇ
ગાંધીનગરઃ રાજ્ય સરકારે નવી શરતની જમીનને ખેતી-બિનખેતી હેતુથી જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા સરળ બનાવી છે. જેમાં 5 કરોડ સુધીના મૂલ્યાંકનોના પ્રકરણોનો નિયમોનુસાર નિર્ણય કરી સંબંધિત અરજદારોને ૧૫ દિવસમાં જાણ કરાશે.
મહેસૂલપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે, નવી શરતની જમીનને ખેતી-બિનખેતી હેતુ માટે જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ છે. જેમાં પાંચ કરોડ સુધીના મૂલ્યાંકનોના પ્રકરણો રાજ્યકક્ષાએથી જે પરત કરાયા છે તેનો નિયમોનુસાર નિર્ણય કરીને નિકાલની જાણ અરજદારને ૧૫ દિવસમાં કરાશે. આ સંદર્ભે સંબંધિત કલેકટરોને જરૂરી સૂચનાઓ આપી દેવાઇ છે.
જમીનની નવી શરતની ખેતીની જમીન ૧૫ વર્ષે આપોઆપ કોઇપણ પ્રિમિયમ લીધા વિના જૂની શરતમાં ફેરવી દેવાનો કાયદો છે, પરંતુ અમલ થતો નથી. ખેડૂતોને કલેકટર, મામલતદાર, તલાટી વગેરે જગ્યાએ અરજીઓ કરવી પડે છે. તેથી અરજી લીધા વગર તાત્કાલિક જૂની શરતમાં ફેરવી આપવાની વ્યવસ્થા ગોઠવવા અંગે ઘણા સમયથી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. જેને ધ્યાને લઇને મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય કરાયો છે. હજુ પણ ઘણી બધી જગ્યાએ આવા હૂકમો મામલતદાર દ્વારા કરવામાં આવતા નથી તેવી રજૂઆતો થઇ રહી છે. તેને ધ્યાને લઇ નવી શરતની જમીનને જો ૩૧ ઓગષ્ટ ૧૬ના રોજ ૧૫ વર્ષ પૂરા થયા હોય તથા તો સંબંધિત મામલતદાર દ્વારા ૩૧ ડિસેમ્બર-૨૦૧૬ સુધીમાં શરત ભંગના કેસ નહીં હોય તો આપમેળે ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા અંગેના હુકમો કરવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ પ્રિમિયમ લીધા વિના તેમ જ ખેડૂત ખાતેદારની અરજી લીધા વિના સંબંધિત મામલતદારે જે જમીનને ૧૫ વર્ષ પૂરા થયા હોય અને કોઇપણ જાતનો શરત ભંગ ન હોય તો આપમેળે મામલતદારે હુકમો કરીને ખેતીના હેતુ માટે 4 જુલાઈ 2008ના ઠરાવ મુજબ જૂની શરતમાં ફેરવી આપવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement