શોધખોળ કરો
Advertisement
આખરે અમદાવાદમાં પણ થયું મેઘરાજાનું આગમન, જાણો કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
આજે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ રાતે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જેના કારણે શહેરીજનોને ગરમીથી મુક્તિ મળી હતી.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે પરંતુ અમદાવાદમાં વરસાદ આવતો નહોતો. પરંતુ આજે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ રાતે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જેના કારણે શહેરીજનોને ગરમીથી મુક્તિ મળી હતી.
શહેરના નારોલ, વટવા, ઈસનપુર, જશોદાનગર,મણિનગર, સીટીએમ, ખોખરા, હાટકેશ્વર, વસ્ત્રાલ, ઓઢવ, બાપુનગર, વિરાટનગર, રખિયાલ, નરોડામાં વરસાદ પડ્યો હતો. જ્યારે વ્યાસવાડી, રાણીપ, અખબાર નગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
સોલા વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમુક સ્થળોએ લોકોએ વરસાદની મજા પણ માણી હતી.ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ક્યાં વાહનો બંધ થવાના અને વાહનવ્યવહાર ધીમો પડવાના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ ક્રિકેટરને એક મેચ માટે મળતા હતા 200 રૂપિયા, હવે રમશે ટીમ ઈન્ડિયા તરફથી, જાણો વિગત
ગુજરાતના કયા ટોચના મંત્રી ડાયાબિટીસ-બીપી હોવા છતાં સરકારમાં બિલ મૂકતા નથી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement