શોધખોળ કરો
Advertisement
અમદાવાદના લોકો માટે સારા સમાચાર આવ્યા, સતત બીજા દિવસે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન....
ગઈકાલે રાજ્યમાં 1335 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3522 પર પહોંચ્યો છે.
અમદાવાદઃ અમદાવાદીઓ માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે માઈક્રો કન્ટેઈનમેંટ ઝોનમાં ઘટાડો નોંધાયો છે. 12 સ્થળોને માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાંથી બહાર કરવામાં આવ્યા છે. જો કે નવા સાત માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. જેથી શહેરમાં હાલ કુલ 170 માઈક્રો કન્ટેઈન્મેટ ઝોન છે.
નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 2, સાઉથ વેસ્ટ ઝોનના 3, નોર્થ વેસ્ટ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 3 વિસ્તારનો સમાવેશ થાય છે. 12 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 1, વેસ્ટ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 2, નોર્થ વેસ્ટ ઝોનના 8 વિસ્તારનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1335 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3522 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,597 એક્ટિવ કેસ છે, જ્યારે 1,25,243 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,506 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,45,362 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1473 દર્દી સાજા થયા હતા અને 51,879 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 47,54,655 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.16 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,79,798 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,79,380 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 418 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement