પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના કરોડોના બંગલા માટે પુત્ર ભરતસિંહ અને બહેન અલકા સામસામે
ગાંધીનગર સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ આપી છે. મકાનમાં 3 ભાઈ અને 2 બહેનો વારસદાર તરીકે હોવાનો ઉલ્લેખ કરાયો છે. મકાન તેમની જાણ બહાર અને હક્ક આપ્યા વિના વેચાઈ રહ્યા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરત સોલંકી (Bharatsinh Solanki) તેમજ તેમના અન્ય ભાઈ-બહેનોને એમના જ બહેન અલકા પટેલ (Alka Patel) દ્વારા જાહેર નોટિસ ફટકારવામાં આવી છે. ગાંધીનગર સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ ફટકારવામાં આવી છે. ભરતસિંહ સોલંકીના બહેન અલકા રવિન્દ્ર પટેલ દ્વારા જાહેર નોટિસ ફટકારવામાં આવી છે.
ગાંધીનગર સેક્ટર 19 સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ આપી છે. મકાનમાં 3 ભાઈ અને 2 બહેનો વારસદાર તરીકે હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મકાન તેમની જાણ બહાર અને હક્ક આપ્યા વિના વેચાઈ રહ્યા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મકાનની લે-વેચમાં અલકાબેન પટેલનો સંપર્ક કર્યા સિવાય મકાનનો કરાર, લખાણ કે વ્યવહાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું નોટિસમાં કહેવાયું છે. સ્વ. માધવસિંહ સોલંકીના પરિવારમાં એમના ત્રણ પુત્રો ભરત સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી અને 2 બહેનો વસુધાબેન અને અલકાબેન છે.