Ahmedabad: અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન બન્યા ગુજરાતના મહેમાન, જુઓ વીડિયો
અમદાવાદ: અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતના મહેમાન બન્યા છે. હિલેરી ક્લિન્ટન અમદાવાદ ખાતે SEWA સ્મારકની મુલાકાત લીધી. લોકમાન્ય તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન્સ) ની મુલાકાત પણ લીધી.
અમદાવાદ: અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતના મહેમાન બન્યા છે. હિલેરી ક્લિન્ટન અમદાવાદ ખાતે SEWA સ્મારકની મુલાકાત લીધી. લોકમાન્ય તિલક ગાર્ડન (વિક્ટોરિયા ગાર્ડન્સ) ની મુલાકાત પણ લીધી. ઇલાબેન દ્વારા રોપવામાં આવેલા વડના વૃક્ષની મુલાકાત લીધી. સેવાની સ્થાપનાની ૫૦મી વર્ષગાંઠ ઉજવણી કરવા અને આગામી ૫૦ વર્ષનું આયોજન કરવા માટે ૧૨ એપ્રિલ ૨૦૨૨ રોજ વડના વૃક્ષ રોપણ કરાયું હતું. ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશન અને એએમસી દ્વારા ગાર્ડન તૈયાર કરાયું છે. મેયર કિરીટ પરમાર પણ સ્વાગત કરવા પહોંચ્યા હતા.
પાટણમાં આખલાએ ઘરમાં ઘુસી મહિલા પર કર્યો હુમલો
પાટણ: સરકાર ભલે રખડતા ઢોર અંગે મોટા મોટા દાવોઓ કરે પરંતુ હજુ પણ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. હવે રાધનપુરમાં રખડતા ઢોરના કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. રાધનપુરમાં આંખલાની અડફેટે આવતા એક વૃદ્ધાનું મોત થયું છે. આંખલાએ વૃદ્ધા પર હુમલો કરતા તેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલેથી ઘરેથી ફરી ઘરે લાવ્યા હતા જે દરમિયાન તેમનું મોત નીપજ્યું. મૃતક અંગે સામે આવેલી વિગચો અનુસાર કુંભાર વાસમાં રહેતા વૃદ્ધા રૂપાબેન પ્રજાપતિને ઘરમાં ઘુસીને આંખાલાએ ઘાયલ કર્યા હતા. જે બાદ રુપાબેનને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને 17થી વધુ ટાંકા આવ્યા હતા. 3 ફેબ્રુઆરીના રોજ આંખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા જે બાદ આજે તેમનું મોત નિપજ્યું હતું.
રાજ્યમાં જંત્રીના ભાવ કરાયા બમણાં
ગાંધીનગર: રાજ્યમાં જંત્રીના ભાવ બમણા કરવામાં આવ્યા છે. 12 વર્ષ બાદ રાજ્યમાં જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જંત્રીના ભાવને લઈ મહેસૂલ વિભાગનો પરિપત્ર જાહેર કરાયો છે. હાલ જંત્રીમાં ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજ્યમાં હવેથી ડબલ જંત્રી ગણી મિલકતોની બજાર કિંમત નક્કી થશે. જંત્રીના નવા ભાવ આવતીકાલ (સોમવાર)થી લાગુ થશે. સરકારના જણાવ્યા મુજબ ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.18/04/2011 ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )2011 ના ભાવો અમલમાં મુકવામાં છે. આ ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે.