શોધખોળ કરો
અમદાવાદમાં સાર્વજનિક ગણેશ મહોત્સવને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
અમદાવાદમાં આ વખતે પંડાલ નહીં બાંધવા ગણેશ મહોત્સવ એસોસિએશને અપીલ કરી છે.
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં ગણેશ ઉત્સવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આ વખતે પંડાલ નહીં બાંધવા ગણેશ મહોત્સવ એસોસિએશને અપીલ કરી છે. ગણેશોત્સવમાં સોસાયટી દીઠ એક મૂર્તિ સ્થાપી શકાશે અને એક જ વ્યક્તિ આરતી કરી શકશે.
શહેરભરના 90 કારીગરોને માટીની મૂર્તિ જ તૈયાર કરવાનું કહેવાયું છે. તેમજ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે પ્રસાદ વિતરણ નહિ થાય. સુરતમાં પણ ગણેશ ઉત્સવ સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે કે, માત્ર 1 કે 2 ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવી. ગલીમાં મંડપ બાંધવો નહીં, ઘરે ગણેશ સ્થાપના કરપી. ગણેશ ઉત્સવમાં વધારે ભીડ કરવી નહીં. એટલું જ નહીં, પૂજા અર્ચના કરતી વખતે સોશિયલ ડિસ્ટન્ટ જાળવવું અને સેવા કાર્ય કરવું.
મૂર્તિ વિસર્જનને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે, મૂર્તિનું વિસર્જન ભીડ વગર શેરીમાં જ કરવું. આખરી નિર્ણય પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રહેશે. પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે કે 2 ફૂટથી ઊંચી પ્રતિમાની સ્થાપના ન કરવી. જાહેર રોડ પર સ્થાપના ન કરવી. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બજેટ 2025
બિઝનેસ
Advertisement