શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ માતા-પિતા સૂઈ જાય ત્યારે યુવતી અડધી રાત્રે બોયફ્રેન્ડને મળવા જતી, રસ્તામાં એક પુરૂષ જોઈ ગયો ને.......
પૂર્વ વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ છે. માત-પિતા સૂઈ જાય પછી દરરોજ રાત્રે તે કોઈ ને કોઈ બહાને પ્રેમીને મળવા નિકળી જતી હતી. મંગળવારે રાત્રે પણ પોતાના બોયફ્રેન્ડને મળવા માટે રાત્રે બાથરૂમ જવાનું બહાનું કરી નીકળી ગઈ હતી. ર
![અમદાવાદઃ માતા-પિતા સૂઈ જાય ત્યારે યુવતી અડધી રાત્રે બોયફ્રેન્ડને મળવા જતી, રસ્તામાં એક પુરૂષ જોઈ ગયો ને....... Girl go to meet boyfriend in late night at Ahmedabad, man watch girl and call 181 helpline અમદાવાદઃ માતા-પિતા સૂઈ જાય ત્યારે યુવતી અડધી રાત્રે બોયફ્રેન્ડને મળવા જતી, રસ્તામાં એક પુરૂષ જોઈ ગયો ને.......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/28160957/Girl.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેલી યુવતીને યુવક સાથે સંબંધ બંધા હતા. આ યુવતી પોતાના બોયફ્રેન્ડને મળવા માટે અડધી રાત્રે બાથરૂમ જવાના બહાને ઘરમાંથી નિકળેલી યુવતીને એક પુરૂષે જોઈ હતી. તેણે યુવતીને પૂછતાં તેના જવાબ સંતોષકારક ના લાગતાં મહિલા હેલ્પલાઈનને ફોન કરાવ્યો હતો. મહિલા પોલીસ ટીમ તરત આવી ગઈ હતી ને યુવતીને ઘરે મૂકી આવી હતી. પોલીસે સતર્કતા બતાવનારા પુરૂષની પણ પ્રસંશા કરી છે.
પૂર્વ વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ છે. માત-પિતા સૂઈ જાય પછી દરરોજ રાત્રે તે કોઈ ને કોઈ બહાને પ્રેમીને મળવા નિકળી જતી હતી. મંગળવારે રાત્રે પણ પોતાના બોયફ્રેન્ડને મળવા માટે રાત્રે બાથરૂમ જવાનું બહાનું કરી નીકળી ગઈ હતી. રસ્તામાં એકલી જતી હતી ત્યારે એક વ્યક્તિને શંકા જતાં પૂછપરછ કરી હતી.
યુવતી ખોટું બોલી હતી કે, મારા પિતા દારૂ પીને મારી માતા સાથે ઝઘડો કરીને માર મારે છે. મારી માતાએ મને ઘરેથી નિકળી જવા માટે કહેતા હું નીકળી ગઈ હતી. આ જવાબ સંતોષકારક ના લાગતાં એ વ્યક્તિએ મહિલા હેલ્પલાઈનની મદદ લેવા કહીને 181 નંબર પર ફોન જોડીને આપ્યો હતો ને મદદ માંગી હતી. મહિલા ટીમે આવીને તપાસ કરતાં યુવતી ખોટું બોલી હોવાનું સામે આવ્યું હતું. કોઈને ન કહેવાની શરતે યુવતીએ જણાવ્યું કે, બોયફ્રેન્ડને મળવા માટે બાથરૂમ જવાનું બહાનું કરી ઘરેથી નિકળી હતી. મહિલા ટીમે યુવતીને સમજાવીને ઘરે મૂકવા ગયા હતા. મહિલા પોલીસે માતા-પિતાને ટકોર કરીને દીકરીની સંભાળ રાખવા કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)