શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ બાવળા-સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત, બે બાળકોના મોત
એસટી બસ અને ટ્રક વચ્ચે બાવળા સાણંદ ચોકડી પાસે અકસ્માત થતાં બે બાળકોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે અન્ય મુસાફરો ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે.
અમદાવાદ: બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. ગોધરા ડેપોની એસટી બસ અને RJ-07, GC-6845 નંબરની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોએ ચીચયારી કરી મૂકી હતી. અકસ્માતની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ઉપરાંત અમદાવાદના એસ જી હાઇવે પર આવેલી પકવાન રેસ્ટોરન્ટ પાસે અક્માત પણ આજે અકસ્માત થયો છે. કાર ચાલકે ફુટપાથ પર ઉંઘી રહેલા શ્રમિક પર ગાડી ફેરવી દેતા શ્રમિકનુ ઘટના સ્થળે મોત થયું છે. કાર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ફરિયાદ નોંધી તપાસની કામગીરૂ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement