ગુજરાતને મળશે વધુ એક નવી ભેટ, જાણો મોટા સમાચાર
GSRTCના બસ કાફલામાં ટૂંક સમયમાં નવી 50 ઇલેક્ટ્રિક બસો ઉમેરાશે. GSRTC દ્વારા હૈદરાબાદ સ્થિત ઓલેક્ટ્રા ગ્રીનટેક નામની કંપનીને ઈલેક્ટ્રિક બસો બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.
અમદાવાદઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ કાફલામાં ટૂંક સમયમાં નવી 50 ઇલેક્ટ્રિક બસો ઉમેરાશે. GSRTC દ્વારા હૈદરાબાદ સ્થિત ઓલેક્ટ્રા ગ્રીનટેક નામની કંપનીને ઈલેક્ટ્રિક બસો બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.
આ ઈલેક્ટ્રિક બસ 9 મીટર લાંબી હશે. કંપનીના જણાવ્યા મુજબ, આ ઈલેક્ટિક બસો 12 મહિનાના સમયગાળાની અંદર જ ડિલિવર કરવામાં આવશે. કોન્ટ્રાક્ટના સમયગાળા દરમિયાન કંપની આ બસોના મેઈન્ટેનન્સની પણ જવાબદારી સંભાળશે. અંદર સુવિધાઓથી સજ્જ છે આ બસો.
સીસીટીવી કેમેરા, ઈમરજન્સી બટન અને યુએસબી સોકેટ્સ સહિતની સુવિધા હશે. .હૈદરાબાદની કંપનીને 50 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાયો છે. ઓલેક્ટ્રા ગ્રીનટેક નામની કંપની 12 મહિનાની અંદર નવી બસો આપશે. આ 9 મીટર લાંબી બસમાં 34 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે.
દેશમાં 1350 બસો અને સુરતમાં પણ આ પ્રકારની બસ પહેલાથી જ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં ઈલેક્ટ્રિક બસોની સંખ્યા 250 થઈ જશે. બસમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલી લિથિયમ-આયન બેટરી મુસાફરીની સંખ્યા અને ટ્રાફિકના આધારે 180-200 કિલોમીર સુધી જઈ શકે છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ઇલેક્ટ્રિક બસમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે. હાઇ-પાવર એસી ચાર્જિંગ સિસ્ટમ બેટરીને 3-4 કલાકની વચ્ચે સંપૂર્ણપણે રિચાર્જ કરી શકાશે.
ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાને ભાજપે શું સોંપી મોટી જવાબદારી?
ગાંધીનગરઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારકર અને ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભીખુભાઈ દલસાણીયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ભીખુભાઈ દલસાણિયાની બિહાર ભાજપના સંગઠન મહામંત્રી પદે નિયુક્તિ કરવામાં આવી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દીધા હતા. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.
જોકે, પ્રદેશ ભાજપમાં ઘણા લાંબા સમયથી સેવા આપનાર ભીખુભાઈ દલસાણીયાને હવે બિહાર ભાજપની જવાબદારી આપવામાં આવી છે. ભાજપમાં એવી ચર્ચા હતી કે, દલસાણિયાને રાષ્ટ્રીય સ્તરે કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. જોકે, હવે તેમને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવી છે.
ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોને વરેલા ભીખુભાઈ દલસાણીયા સફળ રણનીતિકાર ગણાય છે. હંમેશાં વિવાદથી દૂર રહીને લો પ્રોફાઈલ વ્યક્તિત્વ રાખીને કામ કરનારા દલસાણીયાએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સંગઠન મહામંત્રી નિમાયેલા ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી.
પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજોમાં લોકપ્રિય છે. દલસાણિયા ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકરથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સથે સીધા સંબંધ છે. ભીખુભાઈ દલસાણીયાને સ્થાને ભાજપના નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવતા ભીખુભાઈ દલસાણીયાએ ટ્વિટરના માધ્યમથી રત્નાકરને અભિનંદન પાઠવ્યા ગચા. ભીખુભાઈ દલસાણીએ ટ્વિટર કરીને લખ્યુ હતું કે, માનનીય શ્રી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી નિયુક્ત થતાં સહર્ષ અભિનંદન અને શુભેચ્છા..