શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસમાં ભડકોઃ કઈ બેઠકના ઉમેદવારને બદલવાની માંગ સાથે પ્રદેશ મુખ્યાલયે કરાઈ રજૂઆત ?
કરજણ બેઠક પર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ બેઠક પર ધર્મેશ પટેલ પ્રબળ દાવેદાર હતા પણ કોંગ્રેસે કિરીટસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કરતાં ઉમેદવાર સામે અસંતોષ વ્યક્ત કરાઈ રહ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી પ્રચાર શરૂ કરી દીધો છે પણ હજુ કોંગ્રેસ ડાંગ, કપરાડા અને લિંબડી એ ત્રણ બેઠકના ઉમેદવાર નક્કી કરી શકી નથી. બીજી તરફ કરજણ બેઠક પર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ બેઠક પર ધર્મેશ પટેલ પ્રબળ દાવેદાર હતા પણ કોંગ્રેસે કિરીટસિંહ જાડેજાને ઉમેદવાર જાહેર કરતાં ઉમેદવાર સામે અસંતોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. આ બેઠક પાટીદાર સમાજના ઉમેદવાર માટે સરળ હોવાથી જાડેજાને બદલીને પાટીદારને ટિકિટ આપવા માગ ઉઠી છે.
કરજણના કાર્યકરોએ મંગળવારે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતી સમક્ષ રજૂઆઆત કરી હતી. કરજણના સ્થાનિક નેતા-કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ પાટીદારને ટિકીટ આપવા માંગ કરી હતી.
આ પહેલાં કચ્છના અબડાસામાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરૂધ્ધ પ્રચાર કરનારાંને ટિકીટ આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા કૈલાશદાન ગઢવીએ રાજીનામુ ધરી દીધુ હતું. આમ, ચૂંટણી વખતે જ કોંગ્રેસમાં ભડકો થયો છે અને નારાજગીના સૂર ઉઠયા છે. તેના કારણે કોગ્રેસે બાકી રહેલા ત્રણ બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત કરી શકી ન હતી. દિલ્હીમાં આ ત્રણેય બેઠકોના ઉમેદવાર મુદ્દે મંથન ચાલી રહ્યુ છે એવો કોંગ્રેસનો દાવો છે પણ વાસ્તવમાં સ્થાનિક અસંતોષ કારણભૂત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement