શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઇક બાદ રાજ્યની સુરક્ષા વધારાઇ, સેનાની ત્રણેય પાંખોને મદદ માટેની તૈયારી

અમદાવાદઃ પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાના ઓપરેશન બાદ ગુજરાતમાં ખાસ સુરક્ષા વધારાઈ છે. ગુજરાતની પાકિસ્તાનને અડતી ત્રણ સરહદો પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. રાજ્યના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે તાકીદની બેઠક મળી. બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર સેનાની ત્રણેય પાંખોને જોઈતી તમામ મદદ આપવા તૈયાર છે. ઉપરાંત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ, ક્વિક્ રિસ્પોન્સ સ્ક્વોર્ડને પણ હાઈએલર્ટ પર રખાયા છે. આ સાથે રાજ્યની મહત્વના એકમો અને જાહેર સ્થળો પર પણ સુરક્ષાની સમીક્ષા કરાઈ છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઉપરાંત રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગુપ્તચર વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વધુ વાંચો





















