રૂપાણી સરકારનો મોટો નિર્ણય, શાના બાંધકામમાં હવે 40 ટકા નહીં પણ 25 ટકા કપાત કરાશે ?
ઇન્ડસ્ટ્રીયલ પોલીસી અન્વયે મંજૂર થયેલાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કને હવે 40 ટકાને બદલે 25 ટકા કપાત કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સાથે રૂપિયા 3839.94 કરોડના 247 કામોનુ ખાતમુહુર્ત કર્યુ હતું.
અમદાવાદ : ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હવેથી 40 ટકાને બદલે 25 ટકા કપાત કરવામાં આવશે એવું એલાન કર્યું છે. ગુજરાતમાં વિજય રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે રવિવારે શહેરી જનવિકાસ સુખાકારી દિવસ અંતર્ગત રવિવારારે કાર્યક્રમ આયોજિત કર્યા હતાં.
આ કાર્યક્રમમાં રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે, ઇન્ડસ્ટ્રીયલ પોલીસી અન્વયે મંજૂર થયેલાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કને હવે 40 ટકાને બદલે 25 ટકા કપાત કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં શહેરી જનવિકાસ સુખાકારી દિવસ અંતર્ગત રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સાથે રૂપિયા 3839.94 કરોડના 247 કામોનુ ખાતમુહુર્ત કર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોના નાગરિકો ઘેરબેઠા સુવિધા મેળવી શકે તે માટે ઇ-નગર એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ અવસરે રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થાય,લોકોને રોજગારી મળે અને આિર્થક સમૃધિૃધ વધે તે વિકાસ અભિગમને કેન્દ્રસ્થાને રાખી રાજ્ય સરકારે થાગ પ્રયાસો કર્યા છે.
નવી જાહેરાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે 15 ટકા ઓછી કપાત આપવાની રહેશે તે ન કારણે આ વિસ્તારોમાં વધુ વિકાસ થશે. કપાતવાળા સ્થળે ગ્રીન કવર, ગ્રીન પ્લાન્ટેશન, પબ્લિક ગાર્ડન, માર્કેટ, મિલ્ક ડેરી,રેસ્ટોરન્ટ અને આર્થક રીતે નબળા હોય તેવા વર્ગ માટે આવાસ માટે ઉપયોગ કરી શકાશે.
મુખ્યમંત્રીએ નવસારી શહેરી વિકાસ સત્તામંડળ અને બેચરાજી શહેરના વિકાસ નક્શાના ફાઇનલ નોટિફિકેશનને મંજૂરી આપવાની પણ જાહેરાત કરી હતી. નોઁધનીય છેકે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે 425 ટીપી સ્કીમ મંજૂર કરી છે.આજે એકપણ શહેરના વિકાસનો નકશો ફાઇનલ નોટિફિકેશન માટે પેન્ડીગ નથી.
મુખ્યમત્રીએ કહ્યું કે, પ્રજાએ સોંપેલી જવાબદારી સાથે નિષ્ઠા સાથે નિભાવી રહ્યા છીએ. સરકારો ચૂંટાયા બાદ સત્તાના મદમાં આવી જતી હોય છે. ભૂતકાળમાં વર્ષા સુધીના શાસનમાં પ્રજાએ આ બધું જોયુ છે.