(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ-વિપક્ષના નેતાના નામની ક્યારે થશે જાહેરાત? રઘુ શર્માની મોટી જાહેરાત
ગુજરાતમાં યોજાનારી ચિંતન શિબિર પહેલા નવું નેતૃત્વ નક્કી થશે, તેમ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. તેમણે જાહેરાત કરી છે કે, ચિંતન શિબિર નવા નેતૃત્વ સાથે યોજાશે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવા નેતૃત્વને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રભારી રઘુ શર્માનું નવા નેતૃત્વ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. ગુજરાતમાં યોજાનારી ચિંતન શિબિર પહેલા નવું નેતૃત્વ નક્કી થશે, તેમ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. તેમણે જાહેરાત કરી છે કે, ચિંતન શિબિર નવા નેતૃત્વ સાથે યોજાશે. આજે સરદાર પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે. બંને મહાનુભાવોનું દેશ માટે મોટું યોગદાન રહ્યું છે.
તેમમે કહ્યું કે, આજથી કોંગ્રેસનું સદસ્યતા અભિયાન શરૂ થશે. આવતી કાલથી ગુજરાતના દરેક જિલ્લા મથકે સદસ્યતા અભિયાન શરૂ થશે. જિલ્લા પ્રમુખો સાથે આજે બેઠક પણ યોજાશે. મમતા બેનરજી ઉપર રઘુ શર્માએ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ રાજનીતિમાં ગંભીર નથી તેવા મમતાના નિવેદનનો જવાબ આપ્યો હતો.
મમતા બેનરજી કોંગ્રેસની જ પ્રોડક્ટ છે. પોતાની પ્રોફાઈલ મોટી કરવા માટે આવા નિવેદનો કરે છે. આજે વિપક્ષ તરીકે સમગ્ર દેશમાં માત્ર કોંગ્રેસ જ અવાજ ઉઠાવે છે. નોંધનીય છે કે, લાભ પાંચમ પછી ત્રિદિવસીય ચિંતન શિબિર યોજશે. આ શિબિરમાં રાહુલ ગાંધી સતત 3 દિવસ ગુજરાત રોકાશે. ત્યારે લાભ પાંચમ પહેલા નવા નેતૃત્વની ઘોષણા થઈ શકે છે.
આગામી 10થી 13 નવેમ્બરે ગુજરાત કોંગ્રેસની ત્રી દિવસીય ચિંતન શિબિર યોજાવાની છે. હાલ 10થી13 નવેમ્બર ચિંતન શિબિરનો કાર્યક્રમ નક્કી કરાયો છે. પહેલા દિવસે ધારાસભ્યો અને ગુજરાતના અગ્રણી નેતાઓ સાથે ચિંતન કરશે. બીજા દિવસે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો સાથે ચિંતન. ત્રીજા દિવસે તાલુકા કક્ષાના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો સાથે ચિંતન કરશે.