Ahmeabad : કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં કયા દિગ્ગજ પાટીદાર નેતા ગેરહાજર? જાણો મહત્વની વિગત
સિદ્ધાર્થ પટેલ નારાજ હોવાની પણ ચર્ચા યોજવાનું હતું. અંતે પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું. બીજી તરફ વડોદરામાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભરતસિંહ સોલંકી, પ્રશાંત પટેલ, ચંદ્રકાંત શ્રીવાસ્તવની ધરપકડ કરવામાં આવી.
અમદાવાદઃ અમદાવાદ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ પાટીદાર નેતા સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા નહોતા. સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજવાનું હતું. MLA શૈલેષ પરમાર અને હિમ્મતસિંહ પટેલ હાજર રહ્યા હતા. સિદ્ધાર્થ પટેક હાજર ન રહેતા કાર્યકરો અને આગેવાનોમાં કચવાટ શરૂ થઈ ગયો હતો.
સિદ્ધાર્થ પટેલ નારાજ હોવાની પણ ચર્ચા યોજવાનું હતું. અંતે પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું. બીજી તરફ વડોદરામાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભરતસિંહ સોલંકી, પ્રશાંત પટેલ, ચંદ્રકાંત શ્રીવાસ્તવની ધરપકડ કરવામાં આવી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોને ઉંચકી ઉંચકીને ગાડીમાં બેસાડ્યા હતા. કોંગ્રેસ કાર્યકર નિલેશ બ્રહ્મભટ્ટ પડી ગયા. ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓને રાવપુરા પોલીસ મથક લાવવામાં આવ્યા.
ભરતસિંહે કહ્યું પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઈ ગયા છે. નરેન્દ્ર મોદી રાજીનામુ આપે. વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. યોગીની પહેલા અમિત શાહ સાથે અને પછી મોદી સાથે ની મુલાકાત દેશ માટે ચિંતાનો વિષય છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનવાની ભરતસિંહની શક્યતા પર કહ્યું, એ હાઇકમાન્ડ નક્કી કરશે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સહિત 18 નેતાઓની રાવપુરા પોલીસે અટકાયત કર્યાની30 મિનિટ બાદ તમામને મુક્ત કરાયા. ભરતસિંહે કહ્યું, લોકશાહીના અધિકારનું હનન થઈ રહ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે પ્રજા અવાજ ઉઠાવી શકે છે. પોલીસે અટકાયત કરી, સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે. 100ને પાર થયેલા ભાવ વિરુદ્ધ અમારું આંદોલન ચાલુજ રહેશે.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારીની મુલાકાત અંગે કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી. વિધાનસભાના કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આશંકા વ્યક્ત કરી. ભાજપમાં મોટા ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી અને ભાજપના પ્રમુખ વચ્ચે કકળાટ ચાલે છે. કોંગ્રેસમાંથી ગયેલા લોકો પદ મેળવવા વલખા મારે છે. કોરોનાકાળમાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ તેની અસર મુખ્યમંત્રી પર પડશે. વગર એજન્ડાએ પ્રભારી 3 દિવસની મુલાકાતે આવ્યા, મોટા ફેરફાર થાય તેવું લાગે છે.
સુરતમાં કોંગ્રેસ પેટ્રોલ ડીઝલ મુદ્દે વિરોધ કરે તે પહેલાં જ પોલીસ સક્રિય થઈ. અઠવા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ માટે લાગવાયેલ બેનરો દૂર કર્યા. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વિરોધ સ્થળે તમામ વિરોધ બેનરો અને સામગ્રી કબ્જે કરાઈ.
બનાસકાંઠાનાં પાલનપુરમાં કોંગ્રેસના વિરોધને લઈને પોલીસ સતર્ક બની. પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો. પેટ્રોલ ,ડીઝલના વધતા ભાવ અને મોંઘવારીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે કરાશે વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસ તેમની અટકાયત વ્યક્ત કરી શકે છે.