શોધખોળ કરો

Ahmedabad Blast 2008 : 'રાજકીય લાભ ખાટવા આ ચુકાદાનો ઉપયોગ કરવો જોઈએ નહિ'

સિરિયલ બ્લાસ્ટના ચુકાદા અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ ચુકાદાને આવકાર્યો. ન્યાયતંત્રએ આપેલો ચુકાદો દાખલારૂપ છે. ચુકાદાથી આતંકીઓને સીધો ન્યાયિક સંદેશ છે.

અમદાવાદઃ સિરિયલ બ્લાસ્ટના ચુકાદા અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ ચુકાદાને આવકાર્યો. ન્યાયતંત્રએ આપેલો ચુકાદો દાખલારૂપ છે. આ ચુકાદાથી આતંકીઓને સીધો ન્યાયિક સંદેશ છે. ઘટના બાદ તત્કાલીન વડાપ્રધાને અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદના બ્લાસ્ટ પહેલા બેંગલોરમાં પણ બ્લાસ્ટ થયા હતા. રાજકીય લાભ ખાટવા આ ચુકાદાનો ઉપયોગ કરવો જોઈએ નહિ. પોલીસ વિભાગ અને અધિકારીઓ અભિનંદનને પાત્ર છે.

બોંબ વિસ્ફોટના દોષિતોએ તત્કાલિન CM મોદીની હત્યાનું કાવતરુ ઘડ્યુ હતું. બોંબ બ્લાસ્ટના આરોપી પૈકી એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરી છે. પંચમહાલના જંગલોમાં આતંકીઓએ ટ્રેનિંગ લીધી હતી. CRPCની કલમ 164 મુજબ બોંબ બ્લાસ્ટના આરોપીએ આપી છે કબૂલાત. 

અમદાવાદના 2008ના સિરીયલ બ્લાસ્ટના આરોપીઓને ફાંસીની સજા મામલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પીડિત પરિવારોએ એકમે ને મીઠ્ઠાઈ ખવડાવી તેમજ  ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દેશના ઈતિહાસમા પ્રથમવાર ૩૮ આરોપીને ફાંસીની સજાને આવકાર્યો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ દ્વારા સજાનું એલાન કરાયું છે.  38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આરોપી નંબર ૧થી  ૧૬, ૧૮, ૨૭, ૨૮, 31, 36, 37, 38, 39, 40, 42, 44, 45, 47, 49, 63, ૬૯, ૭૦, ૭૫, ૭૮ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 38 આરોપીને થયેલી ફાંસીની સજા બાદ કોર્ટનો બધો રેકોર્ડ હાઇકોર્ટ મોકલવા વિશેષ અદાલતનો આદેશ આપ્યો છે. 11 આરોપીને મૃત્યુ પર્યન્ત કેદની સજા સંભળાવવામાં આવી છે. મૃતકોને 1 લાખ, ગમભીર ઇજા પામેલાઓને 50 હજાર, ઓછી ઇજા પામેલાને 25 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો છે. 

પ્રોસિક્યુશને દલીલ કરી હતી કે  આતંકી કૃત્ય છે, જે સાબિત થયું છે.  રેરેસ્ટ ઓફ રેર કેસ છે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.  એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે. વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, ઇજાઓ પામ્યા... એમના પરિજનોની સ્થિતિ કોર્ટ ધ્યાને લે.  વળતર માટે પણ કોર્ટ હુકમ કરે. હત્યા, ષડયંત્ર, આતંકી કૃત્ય અને દેશ વિરુદ્ધનું યુદ્ધ પુરવાર થયું છે. આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓને કોઈ રહેમ ના આપવી જોઈએ.

બીજી તરફ બચાવ પક્ષની મુખ્ય દલીલો હતી કે, આરોપીઓને સુધારાનો અવકાશ. કોર્ટે સજા કરતા પહેલા આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ. જેલ ડીસીપ્લીન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુત્તમ સજા માટે કોર્ટે એ ધ્યાને લેવી જોઈએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત અને મેડિકલ કન્ડિશન પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.  આ રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી શકાય નહીં... આ પહેલા હત્યાઓ, તોફાનો અને બળાત્કારના કિસ્સાઓ પણ રેરેસ્ટ ઓફ રેર કેસ નહીં ગણી ને ઘણી કોર્ટોએ ઓછી સજા કરી છે, કોર્ટે એ ધ્યાને લેવું જોઈએ

દોષિતોને સજા મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી.  આરોપીઓ વર્ચ્યુઅલ હિયરિંગમાં હાજર થયા હતા. 8 ફેબ્રુઆરીએ કોર્ટે 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતાં. 15 ફેબ્રુઆરીએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં વિશેષ અદાલતે બચાવ પક્ષના વકીલોની અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. હવે આ કેસમાં 49 દોષિતોને સજા સંભળાવી હતી.

નોંધનીય છે કે 6 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી. જે બાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરાયા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. 

કઈ કલમ અંતર્ગત કેટલી સજાની છે જોગવાઇ?

120 બી હેઠળ સજા... આજીવન કેદ
121 એ હેઠળ..10 વર્ષ
124 એ હેઠળ... આજીવન કેદ
307 હેઠળ...10 વર્ષ
326 હેઠળ..10 વર્ષ
435 હેઠળ... 7 વર્ષ 
UAPA એકટની કલમ 20 હેઠળ આજીવન કેદ
એક્સપોલીઝીવ સબસ્ટન્સ એક્ટ હેઠળ 10 વર્ષની સજા
પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ 7 વર્ષની સખત કેદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget