ગુજરાતમાં કોરોનાએ આ IPS અધિકારીનો લીધો ભોગ, જાણો DIG તરીકે ક્યાં બજાવતા હતા ફરજ ?
વર્ષ 2006ની બેચના આઈપીએસ અને વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે કાર્યરત ડો. મહેશ કે. નાયક અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 15 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. ગુજરાતના પાટણના વતની એવા ડો. મહેશ નાયકે એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં 5 હજારથી વધારે કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન સિનિયર આઈપીએસ (IPS) ડો. મહેશ કે. નાયકનું (Dr. Mahesh K Nayak) કોરોનાથી મોત થયું છે. વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી ડો. મહેશ નાયક આગામી ઓક્ટોબર મહિનામાં નિવૃત થવાના હતા. એસવીપી હોસ્પિટલ (SVP Hospital)માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ શહેરમાં હાલ ટ્રાફિક જોઈન્ટ કમિશનર (Traffic Joint Commissoner) મયંકસિંહ ચાવડા અને ઝોન-1 ડીસીપી (DCP Zone 1) રવિન્દ્ર પટેલ એમ બે આઈપીએસ, ક્રાઈમ પીઆઈ એસ.એમ. ગામેતી સહિત 85 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત છે.
15 દિવસથી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
વર્ષ 2006ની બેચના આઈપીએસ અને વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે કાર્યરત ડો. મહેશ કે. નાયક અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 15 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. ગુજરાતના પાટણના વતની એવા ડો. મહેશ નાયકે એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ઓગસ્ટ 2020માં વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે કાર્યભાર સંભાળ્યો
આઈપીએસ ડો. મહેશ નાયકે ઓગષ્ટ-2020માં વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઈજી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમ ડીસીપી અને સાબરમતી જેલ એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યાં હતાં. અમદાવાદ શહેર પોલીસમાં કોરોનાનો કહેર યથાવત છે અને હાલમાં કુલ 85 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત થવાથી સારવાર લઈ રહ્યાં છે.
ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
34,382 |
227 |