Gujarat Corona Cases: ગુજરાતમાં કેટલા લોકો છે વેન્ટિલેટર પર ? જાણો આજે કેટલા કેસ નોંધાયા
છેલ્લા ૨૪ કલાકમાં વધુ 90 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,13,673 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.70% છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં 38 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં સતત ચોથા દિવસે ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
ગુજરાતમાં હાલ 637 એક્ટિવ કેસ (Active Cases) છે જ્યારે 8 દર્દી વેન્ટિલેટર પર છે. 629 દર્દીની તબિયત સ્ટેબલ છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૯, અમદાવાદમાં 6, રાજકોટમાં 4, વડોદરામાં 3, ગીર સોમનાથમાં 2, નવસારીમાં 2, રાજકોટમાં 2 તથા આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, મહીસાગર, સાબરકાંઠા અને વલસાડમાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
ક્યાં ન નોંધાયો એક પણ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જામનગર, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરાનો સમાવેશ થાય છે.
કેટલા લોકોએ લીધી રસી
કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 90 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,13,673 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.70% છે. રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,86,712 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,87,54,257 પર પહોંચ્યો છે.
ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, દેશમાં વિતેલા 24 કલાકમાં 41806 નવા કોરોનાના કેસ આવ્યા અને 581 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 39130 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે નવા 2095 એક્ટિવ કેસ વધ્યા છે.હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 32 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાખ 11 હજાર 989 મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 1 લાખ 44 હજાર લોકો ઠીક થયા છે.