શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી કયો પહેલો જિલ્લો બન્યો કોરોનામુક્ત? જાણીને થઈ જશો ખુશ

ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી.

અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. તેમજ મોટા ભાગના જિલ્લાઓ અને શહેરોમાં સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં પણ દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી રહ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેર પછી રાજ્યના લોકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 

ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 

ડાંગ ઉપરાંત અન્ય 9 જિલ્લા એવા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેની પાછળનું કારણ એવું છે કે, આ જિલ્લાઓમાં 10થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 4, સાબરકાંઠામાં 10, પાટણમાં 2, પંચમહાલમાં 6, નર્મદામાં 5, મોરબીમાં 3, દાહોદમાં 2 અને છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ છે.  

રાજ્યમાં ગઈકાલે કોરોનાના 70  કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 128 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2467 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 128  દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.48 ટકા છે. અત્યાર સુધીમાં 2,68,07,725 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine) આપવામાં આવ્યા છે. આજે કુલ 2,65,647 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં કોરોના અંકુશમાં આવ્યો છે જે રાહતની વાત છે. રાજ્યમાં 33માથી 17 જિલ્લાઓમાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે. જેમાંથી 8 જિલ્લાઓમાં 5થી ઓછા, 9મા 15થી ઓછા કેસ છે. ડાંગ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ જ કેસ ઘટ્યા હતા.

રાજ્યમાં અત્યારે કુલ એક્ટિવ  કેસ 2 હજાર 467માથી 1 હજાર 849 કેસ એટલે કે 74.94% સાત મહાનગરપાલિકાઓમાં જ છે. કેસ ઝડપથી ઓછા થવા પાછળ રસીકરણ  પણ એક કારણ છે. રાજ્યમાં 18+ના રસીકરણ માટે માન્ય 4.93 કરોડ વસતીમાંથી 2.08 કરોડ એટલે કે 42%ને પહેલો ડોઝ મળી ગયો છે. ડાંગ જિલ્લો કોરોના મુક્ત થયો છે. જ્યારે 27 ટકા લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. પાટણમાં માત્ર 2 એક્ટિવ કેસ છે. જ્યારે 34 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે.

તાપીમાં માત્ર 3 એક્ટિવ કેસ છે. જ્યારે 39 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. દાહોદમાં માત્ર 2 એક્ટિવ કેસ છે. જ્યારે 27 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો. મોરબીમાં માત્ર 2 એક્ટિવ કેસ અને 31 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ અને 30 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. સુરેંદ્રનગરમાં 6 એક્ટિવ કેસ અને 34 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. નર્મદામાં 5 એક્ટિવ કેસ, સાબરકાંઠામાં 9, બોટાદમાં 11, કચ્છમાં 11, દ્વારકામાં 12, ખેડામાં 13, મહીસાગરમાં 13,બનાસકાંઠામાં 14 અને ભરૂચમાં 14 એક્ટિવ કેસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Embed widget