ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જાણીને થઈ જશો ખુશ
રાજ્યના લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે, હવે મોટા ભાગના જિલ્લાઓમાં નવા દૈનિક કેસોમાં મોટા ઘટાડો નોંધાયો છે. તેમજ રાજ્યના 18 જિલ્લા તો એવા છે કે, જ્યાં એક્ટિવ કેસો 100થી ઓછા છે, જેમાંથી 8 જિલ્લા તો એવા છે કે, જ્યાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓમાંથી ડાંગમાં માત્ર 6 અને છોટાઉદેપુર જિલ્લામાં 8 એક્ટિવ કેસો છે. ત્યારે આ બે જિલ્લા તો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યા પછી હવે રાજ્યના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. જે જાણીને સૌ કોઈ ખુશ થઈ જશે. વાત એવી છે કે, ગુજરાતમાં હવે એક્ટિવ કેસો 10 હજારની અંદર આવી ગયા છે. હવે રાજ્યમાં માત્ર 9542 એક્ટિવ કેસો રહ્યા છે.
એટલું જ નહીં, રાજ્યના લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે, હવે મોટા ભાગના જિલ્લાઓમાં નવા દૈનિક કેસોમાં મોટા ઘટાડો નોંધાયો છે. તેમજ રાજ્યના 18 જિલ્લા તો એવા છે કે, જ્યાં એક્ટિવ કેસો 100થી ઓછા છે, જેમાંથી 8 જિલ્લા તો એવા છે કે, જ્યાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓમાંથી ડાંગમાં માત્ર 6 અને છોટાઉદેપુર જિલ્લામાં 8 એક્ટિવ કેસો છે. ત્યારે આ બે જિલ્લા તો ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 405 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. કોરોના સંક્રમણને લઈ રાજ્ય માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10 હજારની અંદર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ 9542 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10003 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1106 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.62 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,93,131 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1106 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.62 ટકા છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં સુરત કોર્પોરેશનમાં 54, અમદાવાદમાં કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 37, સુરત 24, વડોદરા 24, ગીર સોમનાથમાં 20, રાજકોટ કોર્પોરેશન 19, જૂનાગઢમાં 18, પોરબંદરમાં 16, રાજકોટમાં 13, અમરેલી 12, જૂનાગઢ કોર્પોરેશન 12, ભરુચ 9, નવસારી 9, બનાસકાંઠા 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશન 8, ખેડા, વલસાડમાં 8-8, પંચમહાલમાં 7, આણંદમાં 6, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર અને કચ્છમાં 5-5, સાબરકાંઠા અને તાપીમાં 4-4, જામનગર 3, મહીસાગરમાં 3, અરવલ્લી 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, મોરબી 2 અને નર્મદામાં 1 સહિત કુલ 405 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 8,01,181 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 9542 પર પહોંચ્યો છે. જેમાંથી 223 દર્દી વેન્ટિલેટર પર અને 9319 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.62 ટકા છે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. જેને પગલે નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેની સાથે સાથે દૈનિક મૃત્યુ પણ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અમદાવાદ, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગરમાં એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે 21 જિલ્લામાં માત્ર સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે.