ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુ પામેલા ક્યા લોકોના પરિવારને આપશે 33 લાખ રૂપિયા ? જાણો મોટા સમાચાર
DIG બ્રિજેશ કુમાર ઝાનીની સહીથી તમામ રેન્જ, પોલીસ કમિશનરેટ અને વિવિધ એકમોના વડાઓને લખેલા પત્રમાં કોરોનાતી મૃત્યુ પામેલા કર્મચારી-અધિકારીઓના કિસ્સામાં સહાય અજી મોકલવા કહેવાયું છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં અનેક ફ્રંટ લાઇન વોરિયર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાત પોલીસના પણ 99 કર્મચારીઓના કોરોનાને કારણે નિધન થયા છે. જેમાં કોન્સ્ટેબલથી લઈને ડીઆઇજી સુધીના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજ્યના DIGએ ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા કર્મચારી મળવા પાત્ર લાભો સંદર્ભે મંગળવાર,8 જૂને જિલ્લા તંત્રને પત્ર લખ્યો હતો. જેમાં 33.50 લાખથી વધારે રોકડ સહાય આપવાનો ઉલ્લેખ કરાયો છે.
DIG બ્રિજેશ કુમાર ઝાનીની સહીથી તમામ રેન્જ, પોલીસ કમિશનરેટ અને વિવિધ એકમોના વડાઓને લખેલા પત્રમાં કોરોનાતી મૃત્યુ પામેલા કર્મચારી-અધિકારીઓના કિસ્સામાં સહાય અજી મોકલવા કહેવાયું છે.
આ સિવાય ડીાઇજીની સહીથી મોકલાયેલા પત્રમાં આઠ પ્રકારના મળવાપાત્ર લાભો જણાવાયા છે. જે પ્રમાણે, બંધુત્વ સહાય, રૂ. 50 હજારની મરણોત્તર સહાય, પેન્શન પેપર્સ, જૂથ વીમો, રજાનું રોકડમાં રૂપાંતર, એક તરફી વતન પ્રવાસ ભથ્થુ અને કોરોના વોરિયર્સ તરીકે કોવિડ-19 અંતર્ગત રૂપિયા 25 લાખની સહાય મળવાપાત્ર છે.
અવસાન પામેલ પોલીસકર્મી વર્ગ-3ના હશે તો 8 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય પણ મળશે. ડીઆઇજીએ જે તે જિલ્લા-મહાનગર અને એસઆરીપી ગ્રૂપ સહિતના એકમોમાં કોરોના વોરિયર્સ તરીકે કોરોનાથી મૃત્યુ પામેલા પોલીસ અધિકારી-કર્મચારીઓના પરિવારજનોને ઉપરોક્ત લાફો સત્વરે ચુકવાય તેના માટે અગ્રીમતા આપવા જણાવ્યું છે.
કોરોનાકાળમાં આરોગ્ય વિભાગના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સ પછી સૌથી વધુ સહાય પોલીસકર્મીઓને મળશે. અમદાવાદ શહેરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 22 પોલીસકર્મીઓના મોત થયા છે. ગૃહ વિભાગની સૂચના પછી પોલીસ ભવનમાં કોરોનાગ્રસ્ત કર્મચારીઓની સારવાર અને અવસાન પામતા કર્મચારીઓના કિસ્સામાં મદદરૂપ થવા માટે ખાસ કોવિડ-19 સેલ બનાવાયો છે.
આ સેલ દ્વારા સરકારી સહાયની દરખાસ્તો તૈયાર કરવા દરેક જિલ્લા અને કમિશનરેટમાંથી અરજીઓ મંગાવાઇ રહી છે. કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં ગુજરાત પોલીસતંત્રમાં એક ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સહિત 99 કર્મચારી-અધિકારીઓના નિધન થયા છે.